Holika Dahan 2023 :  આ વખતે 7 માર્ચે હોલિકા દહન અને 8મી માર્ચે ધૂળેટી છે.  માન્યતા છે કે પરિવાર પર હાવી ખરાબ શક્તિનું હોલિકા દહનના દિવસે નાશ કરી દેવામાં આવે છે.  આ દિવસે ઘણા નિયમોનું પાલન કરવું જરૂરી છે. હોલિકા દહન સાથે જોડાયેલા તે નિયમો શું છે અમે તેના વિશે તમને વિગતવાર જણાવીએ છીએ.



જ્યોતિષ શાસ્ત્ર મુજબ હોલિકા દહનના દિવસે કાળા અને સેફદ રંગના કપડા ન પહેરવા જોઈએ. આ રંગના કપડાઓ પર નકારાત્મક ઉર્જા જલ્દી આર્કષિત થાય છે. એવામાં હોલિકા દહનના દિવસે આ શક્તિઓનો અંત થવાના બદલે તે સફેદ-કાળા રંગમાં ચોટી પરત ઘરે આવી શકે છે. 


જરૂરિયાતમંદોને દાન કરવાનું ન ભૂલો


માન્યતા છે કે હોલિકા દહનની પૂજા દરમિયાન તમારું મોંઢુ હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવું જોઈએ.  આવું કરવું શુભ માનવામાં આવે છે. એટલું જ નહીં હોલિકા દહન બાદ તમારી ક્ષમતા અનુસાર  જરૂરિયાતમંદોને દાન પણ કરવું જોઈએ. આમ કરવાથી દેવી-દેવતાઓની કૃપા તમારા પર રહે છે.


તામસિક પ્રવૃતિવાળી વસ્તુઓથી દૂર રહો


ધાર્મિક વિદ્વાનો કહે છે કે હોલિકા દહનના દિવસે સિગારેટ, દારૂ, માંસાહારા જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. આ બધી વસ્તુઓ તામસિક પ્રકૃતિની છે જેના કારણે માણસમાં નકારાત્મક ઉર્જા વધે છે. તેના બદલે  માં લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને તેમના આશીર્વાદ લેવા જોઈએ. 


હોળીમાં આ ખાસ વસ્તુઓનું દાન કરવાથી થશે ફાયદો


રાશિ અનુસાર આ વસ્તુઓનું દાન


મેષ રાશિ- મેષ રાશિના જાતકોએ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કપડાં અને પૈસા દાન કરવા જોઈએ. આ દિવસે કોઈ ગરીબ વ્યક્તિને ગોળનું દાન કરવાથી લાભ થઈ શકે છે. 


વૃષભ રાશિ- આ રાશિના લોકો હોળીના દિવસે અન્નનું દાન કરી શકે છે. આ દિવસે ચમકતા રંગના વસ્ત્રોનું દાન શુભ અને ફળદાયી માનવામાં આવે છે.


મિથુન રાશિ- આ દિવસે લીલા વસ્ત્રોનું દાન કરવાથી ખાસ લાભ થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે મગની દાળનું દાન પણ વિશેષ લાભદાયક સાબિત થશે.



કર્ક રાશિ - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિના લોકોએ પોતાની ક્ષમતા અનુસાર ચોખામાં મગ ભેળવી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું જોઈએ. તેનાથી ખાસ ફાયદો થશે.


સિંહ રાશિ - હોળીના દિવસે આ રાશિના લોકોએ ઘઉંનું દાન કરવું જોઈએ. સાથે જ આ દિવસે ટોર્ચ, મીણબત્તી જેવી વસ્તુઓનું દાન કરવાથી પણ ખાસ લાભ થશે.


કન્યા રાશિ - આ રાશિના લોકોએ આ દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ.  આ સાથે જ કોઈ  ઘરની નજીકના મંદિરમાં કપાસનું દાન કરવું શુભ રહેશે.


તુલા રાશિ- હોળીના દિવસે મા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે કોઈપણ મંદિર અથવા જરૂરિયાતમંદને ખાંડ, ધાણા અથવા મિસરીનું દાન કરો. તેનાથી વ્યક્તિને ધન અને અનાજની પ્રાપ્તિ થશે.


વૃશ્ચિક રાશિ - વૃશ્ચિક રાશિવાળા લોકો આ દિવસે દાળ અથવા લાલ રંગના કપડાનું દાન કરી શકે છે. તેનાથી ગ્રહોને શાંતિ મળશે.


ધન રાશિ - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળીના દિવસે ચણાની દાળ અને પીળા કપડાનું દાન કરો.  આ સમય દરમિયાન વ્યક્તિ પૈસા પણ દાન કરી શકે છે.