Holi 2025: ફાગણ પૂર્ણિમાના દિવસે હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. વર્ષ 2025 માં, આ તારીખ 14 મી માર્ચ છે અને આ દિવસે રંગોત્સવ ઉજવવામાં આવશે. હોળીના દિવસે, રંગીન તહેવારની સાથે, પૂજા કરવી પણ ખૂબ જ શુભ છે. જો કે, શુભ પરિણામ મેળવવા માટે, તમારે હોળી પહેલા કેટલાક કામ કરવા જોઈએ. ઘરમાં કેટલીક એવી વસ્તુઓ હોય છે જેને તમારે હોળી પહેલા ફેંકી દેવી જોઈએ, જો હોળીના દિવસે આ વસ્તુઓ તમારા ઘરમાં રહી જાય તો તેને દુર્ભાગ્યનું કારણ માનવામાં આવે છે.


સૂકો તુલસીનો છોડ
 
જો તમારા ઘરમાં તુલસીનો સૂકો છોડ છે તો તમારે તેને હોળી પહેલા બહાર કરવો જોઈએ. સુકા તુલસીને ઘરમાં શુભ માનવામાં આવતું નથી, જો આવું થાય તો હોળીના દિવસે કરવામાં આવતી પૂજાનું શુભ ફળ નહીં મળે. જો કે આ દિવસે તમે તુલસીનો નવો છોડ ચોક્કસથી ઘરે લાવી શકો છો.


તૂટેલા શુઝ અને ચપ્પલ 


હોળીની પૂજા કરતા પહેલા તમારે ઘરમાંથી જૂના શુઝ અને ચપ્પલ પણ ફેંકી દેવા જોઈએ. ફાટેલા અને જૂના ચંપલ ગરીબીનું કારણ માનવામાં આવે છે. આના કારણે શનિનો પ્રકોપ પણ તમારા પર વધી શકે છે. તેથી હોળીના દિવસે તેમને ઘરમાં ન રહેવા દો.


ઘરમાં રહેલો તૂટેલા કાચ 


જો તમારા ઘરમાં તૂટેલો અરીસો છે તો તમારે તેને હોળી પહેલા બહાર ફેંકી દેવો જોઈએ. વાસ્તુમાં તૂટેલા અરીસાને અશુભ સંકેત માનવામાં આવે છે. આ સાથે જ તમારે ઘરમાંથી તસવીરો પર તૂટેલા કાચને પણ દૂર કરી દેવા જોઈએ. તૂટેલા અરીસાને ઘરમાં રાખવાથી પરિવારના સભ્યોમાં મતભેદ થઈ શકે છે.


ઘરમાં જૂના રંગો ન રાખવા 


ઘણા લોકો અગાઉની હોળી પર ઉપયોગમાં લેવાતા રંગો પણ ઘરમાં રાખે છે. ધાર્મિક દૃષ્ટિકોણથી પણ આવું કરવું સારું માનવામાં આવતું નથી. નવા તહેવારો પર તમારે નવા રંગોનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત જૂના રંગોનો ઉપયોગ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ સારો નથી. આ કારણે તમને એલર્જી થઈ શકે છે.


પૂજા સ્થળ પરથી તૂટેલી મૂર્તિઓ દૂર કરો 


જો તમારા પૂજા સ્થાન પર કોઈ તૂટેલી મૂર્તિ હોય તો તમારે તેને હોળી પહેલા કોઈ જળાશયમાં ફેંકી દેવી જોઈએ. વાસ્તુ અનુસાર શુભ અવસરો પર ઘરમાં ખંડિત મૂર્તિઓ રાખવાથી નકારાત્મકતા આવે છે. જેના કારણે ઘરમાં ક્લેશ થઈ શકે છે.


ઉપયોગમાં ન લેતા હોય તેવા કપડાં 


જો તમારા ઘરમાં એવા કપડા છે જેનો તમે ઉપયોગ નથી કરતા તો તમારે તેમને પણ ઘરની બહાર ફેંકી દેવા જોઈએ. ઘરમાં જૂના કપડા રાખવા સારા નથી માનવામાં આવતા. તમે આ કપડા જરૂરીયાદ  લોકોને દાન કરી શકો છો, આમ કરવાથી તમને સારું પરિણામ મળે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો