Office Astrology: શું કારણ હોય છે કે બોસ નારાજ થઇ જાય છે. અનેકવાર એવું બને છે કે પોતાના ઉચ્ચ અધિકારીઓ સાથે તાલમેલ યોગ્ય ન રહી શકતો નથી. મન લગાવીને કામ કરવા છતાં કોઇના કોઇ ખામીઓ કાઢીને ક્લાસ લેવામાં આવે છે. ઘણીવાર બોસનો મૂડ ખરાબ હોવાના કારણે ગુસ્સાનો ભોગ બનવું પડે છે. એટલું જ નહી અન્ય સહયોગીઓ પર ભૂલથી બોસ ગુસ્સો કરતા નથી પરંતુ તમારી સાથે જો આવું થઇ રહ્યું હોય તો આજે આપણે આ વિષય પર ચર્ચા કરવા જઇ રહ્યા છીએ.


આખરે કુંડળીમાં ક્યો ગ્રહ છે જે બોસની પ્રસન્નતા અથવા બોસની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. કુંડળીમાં જે બોસ છે તે છે સૂર્ય. સૂર્ય ગ્રહની કૃપાથી જ બોસની કૃપા પ્રાપ્ત થાય છે. જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત છે અને શુભ ગ્રહોથી તેનું કનેક્શન છે તો બોસની પણ કૃપા તમારા પર રહેતી હોય છે પરંતુ જો સૂર્યની સ્થિતિ બગડી જાય છે અથવા સૂર્ય પીડિત થઇ જાય છે તો તમારા બોસ તમને બિલકુલ પસંદ કરતા નથી અને બોસ સાથે તમારો સારો તાલમેલ ન હોવાના કારણે નોકરી પણ છોડવી પડી શકે છે.  બોસનો પુરતો સપોર્ટ ના મળવો અથવા બોસ વધુ નારાજ રહેવા એ પાછળનું એક કારણ પિતૃદોષ પણ હોઇ શકે છે. કુંડળીમાં રાહુલ અને સૂર્યની યુતિ અથવા રાહુના ગ્રિપમાં પુરી રીતે સૂર્યનું આવવું પિતૃદોષનું નિર્માણ કરે છે. જો આ પિતૃદોષ કરિયર હાઉસ સાથે કનેક્ટ થઇ જાય તો જાણી લો કે બોસની નજરમાં તમે ખરાબ સાબિત થઇ રહ્યા છો.


કુંડળીમાં સૂર્ય દુર્બળ બની જાય અને પીડિત થઇ જાય તો પણ બોસ સાથે તાલમેલ સારો રહેતો નથી. જો તમે મનના સ્વામીને અસ્ત કરી દો તો જાણી લો કે બોસ હંમેશા આક્રમક રહીને ઘણું દબાણ કરીને કામ પાર પાડે છે.જો કુંડળીમાં કરિયર હાઉસ એટલે કે દશમ ભાવનો સ્વામી પીડિત થઇ જાય અને ક્રૂર ગ્રહો સાથે થઇ જાય તો બોસની ક્રૂરતાનો સામનો કરવો પડે છે.


પૂર્વ જન્મોના કર્મો અનુસાર કન્યા, મકર, અને મીન રાશિના લોકોએ સૂર્યને પ્રસન્ન કરવા ખૂબ આવશ્યક હોય છે. કન્યા રાશિના જાતકોએ પોતાના બોસ પ્રત્યે શત્રુતા રાખવી જોઇએ નહીં કારણ કે જો કન્યા રાશિના લોકોથી બોસ નારાજ થઇ જાય તો વ્યક્તિગત વિવાદ થવા લાગે છે. મકર રાશિના લોકોએ બોસને વધુ આદર આપવો જોઇએ. મીન રાશિના લોકોએ બોસના જ્ઞાનનો લાભ લેવો જોઇએ અને બોસ પાસેથી ગુરુની જેમ કાંઇના કાંઇ શીખવા રહેવું જોઇએ.


સર્વપ્રથમ વ્યવહારિક રીતે તો ઓફિસમાં જે જવાબદારી બોસ આપે છે તેને ઇમાનદારીથી નિભાવવી જોઇએ. જ્યોતિષમાં બતાવાયેલા ઉપાયો અનુસાર સવારે સૂર્યોદય અગાઉ ઉઠીને સ્નાન કરી સૂર્યને તાંબાના પાત્રમાં જળ ચઢાવવું જોઇએ. તેમાં અડધી ચમચી, લાલ પુષ્પ, લાલ ચંદન અને જો લાલ ચંદન ના હોય તો કુમકુમ નાખીને અર્ઘ્ય આપો. અર્ઘ્ય આપતી વખતે પગ પર પાણીનો છાંટો ન પડે તેનું ધ્યાન રાખવું.


સૂર્યને પ્રસન્ન કરવા માટે સમયનું મહત્વ અને નિયમનું પાલન કરવું ખૂબ જરૂરી છે. સૂર્ય નારાયણ સ્વયં સમયને ખૂબ અનુસરે છે. દરરોજ સમય પર સૂર્ય ઉગે છે અને સમય પર જ આથમે છે. સૂર્યના ઉદયની સાથે જ તમામ જીવ-જંતુઓ પોતાના કાર્યમાં લાગી જાય છે. આખી સૃષ્ટી ગતિમાન થઇ જાય છે. બોસ સૂર્યને રિપ્રેજન્ટ કરી રહ્યા છે એટલા માટે સૂર્યની જેમ ઓફિસમાં સમય પર આવવું જોઇએ. સમયની સાથે કાર્ય કરવાથી સૂર્યની કૃપા પ્રાપ્ત થાય છે.


સાંસારિક જીવનમાં સૂર્યદેવનું પ્રતિનિધિત્વ પિતા કરે છે. એવામાં પિતાની સેવા, તેમની પ્રસન્ન રાખવા અને વધુ સમય પિતા સાથે પસાર કરવો ખૂબ જરૂરી છે. પિતાનું માર્ગદર્શન કરિયરમાં પ્રગતિ લાવનારું છું.


સૂર્ય નારાયણને પ્રસન્ન કરવા માટે ગાયત્રી મંત્રનો દરરોજ પાઠ કરવું ખૂબ કારગર હોય છે. ઉગતા સૂર્ય નારાયણની સામે ઉભા રહીને આ જાપ કરવો જોઇએ