વાસ્તુ અને ધાર્મિક શાસ્ત્રો અનુસાર, ઘરમાં ધન-સંપત્તિ માટે વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા થવી ખૂબ જરૂરી છે. પરંતુ અનેકવાર વ્યક્તિ અજાણતા જ એવી ભૂલ કરી દેતી હોય છે કે તેનાથી દેવી લક્ષ્મી નારાજ થઇ જાય છે અને તેના પર પોતાની કૃપા વરસાવતી નથી. જો વ્યક્તિ ઘરમાં જ આવી સામાન્ય બાબતોનું ધ્યાન રાખે તો તેના પર સદાય લક્ષ્મીજીની કૃપા વરસતી રહે છે.


ધન સંબંધિત કોઇ પણ કામ સોમવાર અથવા બુધવારે કરવા જોઇએ. આ દિવસે કરવામાં આવેલા ધન સંબંધિત લેણ-દેણ ફાયદાકારક રહે છે. ખાવા માટે બનાવવામાં આવતી રોટલી કે ભાતનો કેટલોક ભાગ ગાયને ખવડાવવો જોઇએ. આવું કરવાથી ઘરમાં પૈસાની ખોટ રહેતી નથી.


ઘઉં શનિવારે  દળાવવા જોઇએ. બની શકે તો ઘઉંમાં થોડા અડદ પણ ભેળવી દેવા જોઇએ. તે સિવાય શનિવારે ખાવામાં અડદ જ ખાવામાં આવે તો પણ લાભ થાય છે. ઘરમાં પૈસાની ખોટની સમસ્યાને દૂર કરવા લોટમાં ખાંડ ભેળવીને કિડીઓને ખવડાવી જોઇએ. સવારે ઘરમાં નાસ્તા કરતા અગાઉ કચરો વાળવાનો નિયમ રાખવો જોઇએ. ઘરમાં સ્થાપિત ભગવાનની મૂર્તિઓ અથવા તસવીરો પર સવારે સ્નાન કરીને કંકુનો ચાંદલો, ચંદન અને ફૂલ ચઢાવવા જોઇએ.


સાંજના સમયે ઘરમાં કચરો કે પોતા ના કરવા જોઇએ. કારણ કે આમ કરવાથી લક્ષ્મીજીની નારાજ થાય છે. લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે દર ગુરુવારે ઘરની કોઇ એક સુહાગન મહિલાએ સુહાગની સામગ્રીનું દાન આપવું જોઇએ. સફેગ રંગની જેમ કે દૂધ, ખીર, સફેદ ફૂલ, ચોખા સહિતની વસ્તુઓને દાનમાં આપવાથી ધન પ્રાપ્તિ થાય છે. ઘરની તિજોરીમાં લક્ષ્મીયંત્ર અથવા કુબેર યંત્ર રાખો. આમ કરવાથી તિજોરીમાં ધન જળવાઇ રહે છે. ઘરની દિવાલો કે ફ્લોર પર પેન્સિલ કે ચાકથી નિશાન ના બનાવા દો કારણ કે તેમ કરવાથી દેવું વધવાની સંભાવના રહે છે.