Shani Dev: શનિની અશુભતાના કારણે જો જીવનમાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હોય તો હોળાષ્ટકના આ ઉપાય કરીને શનિદેવના આશિષ મેળવી શકાય છે.મિથુન અને તુલા રાશિમાં શનિની અઢી વર્ષની પનોતી ચાલી રહી છે. જ્યારે ધનુ, મકર અને કુંભ રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. શનિને આ સ્થિતમાં શુભ ફળદાયી માનવામાં નથી આવતો. આ સ્થિતિમાં વ્યક્તિએ શિક્ષા, કરિયર, બિઝનેસ, સ્વાસ્થ્ય, અને દાંપત્ય જીવન સાથે જોડાયેલી પરેશાનીનો સામનો કરવો પડે છે.
શનિદેવ ન્યાયના કારક છે
જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના કારક માનવામાં આવે છે. બધા જ ગ્રહોમાં શનિને ન્યાયાધીશ માનવામાં આવે છે. શનિ વ્યક્તિના કર્મના આધારે શુભ અશુભ ફળ આપે છે. વ્યક્તિને દંડ આપવાનું કામ પણ શનિદેવ કરે છે. આ કારણે જ વ્યક્તિએ ખોટા કામ કરવાથી બચવું જોઇએ. શનિને શિવનું વરદાન છે. તેમની દષ્ટીથી કોઇ નથી બચી શકતું.
શનિદેવની અવકૃપા
શનિ દેવ જ્યારે અશુભ ફળ આપે છે, તો વ્યક્તિએ વ્યાપારમાં વિઘ્નોનો સામનો કરવો પડે છે. ધનની હાનિ થાય છે. જમા પૂંજી પણ નષ્ટ થઇ જાય છે. રોગ આદિ વ્યક્તિને ઘેરી લે છે. વ્યક્તને જીવનમાં નિરંતર કષ્ટનો સામનો કરવો પડે છે. આ કારણે શનિદેવને પ્રસન્ન રાખવા જરૂરી છે.
શનિવારે કરો શનિદેવને પ્રસન્ન
શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. આ દિવસે પૂજા કરવાથી શનિદેવની વિશેષ કૃપાના પાત્ર બની શકાય છે. હાલ વર્તમાન સમયમાં હોળાષ્ટક ચાલી રહ્યાં છે. હોળાષ્કનું સમાપન 28 માર્ચે ફાગણ પૂર્ણિમાએ થશે. આ પૂર્વે 27 માર્ચે શનિવાર છે. આ દિવસે આપ નજીકના શનિદેવના મંદિર જઇને શનિદેવને પ્રસન્ન કરી શકો છો.
શનિદેવને પ્રસન્ન કરવા કરો આ ઉપાય
- શનિદેવ પર સરસવનું તેલ ચઢાવો
- કાળા અડદનું દાન કરો
- કાળો ધાબળો કે કાળા વસ્ત્રોનું પણ દાન કરી શકાય
- કાળી છત્રીનું પણ દાન કરી શકાય.
- રોગીઓની સેવા કરો
- પરિશ્રમ કરનારનું સન્માન કરો.