અમદાવાદઃ દિવાળીના તહેવારને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. દિવાળીના દિવસે ધનની કામના કરવામાં આવે છે. જૂના સમયમાં આ દિવસે સાધુ લોકો સિદ્ધિની કામના કરે છે તો કેટલાંક તંત્ર-મંત્રમાં વિશ્વાસ કરતા હોય છે. તો તમે પણ આ દિવાળી પર આ ટોટકાઓનો ઉપયોગ કરીને આર્થિક સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છે.
- દિવાળીના દિવસે આખા અડદ, દહીં અને સિંદૂર પીપળાના મૂળમાં મૂકો અને દિવો પ્રગટાવો ત્યાર બાદ તમારી આવકમાં વૃદ્ધિ થતી જોવા મળશે.
- દિવાળીના દિવસે વડની વડવાઈઓ બાંધો અને ધનલાભ થાય ત્યારે તેને છોડી દો.
- હથ્થા જોડીમાં સિંદૂર લગાવીને તિજોરીમાં મૂકી રાખો પછી તમારી આવકમાં જોરદાર વધારો થશે અને અન્ય ખર્ચ બંધ ઘટી જશે.
- શેરડીના મૂળને લાલ વસ્ત્રમાં લપેટીને સિંદૂર તથા લાલ ચંદન પર લગાવો અને તિજોરીમાં મુકી દો આ કરવાથી તમારી આવકમાં વધારો થતો જોવા મળશે.
- દેવી લક્ષ્મીની પૂજાના સમયે ગોમતી ચક્રને પૂજાની થાળીમાં રાખીને માતાની પૂજા કરો આ કરવાથી ધનમાં વધારો થતો જોવા મળશે.
- દિવાળીની રાતે ઘુવડની તસવીર તિજોરીમાં મૂકો. લોકોની ચર્ચા પ્રમાણે, ઘુવડની તસવીર હોવાથી માતા લક્ષ્મી હંમેશાં તિજોરીમાં રહે છે.
- દેવી લક્ષ્મીને દિવાળીના દિવસે કાળી હળદર અર્પણ કરવી ત્યાર બાદ પૂજા કરો અને હળદરને લાલ કપડાંમાં બાંધીને તિજોરીમાં મૂકી દો.
- પીપળાના પાન પર દિવો પ્રગટાવીને પાણીમાં પ્રવાહી કરો અને આર્થિક સમસ્યાથી છુટકારો મેળવો ત્યાર પછી તમારી આવકમાં વધારો થશે.
- દિવાળીના દિવસે પૂજા કર્યા બાદ કાળા તલ હાથમાં લઈને તમામ સભ્યોના માથા પરથી સાત વાર ફેરવીને ફેંકી દો. આમ કરવાથી ક્યારેય ધનનું નુકસાન થતું નથી.
તમે દિવાળીના દિવસે આ ઉપાયો અજમાવશો તો આવકમાં થશે ધરખમ વધારો? જાણો કેવી રીતે
abpasmita.in
Updated at:
20 Oct 2019 01:52 PM (IST)
દિવાળીના દિવસે આખા અડદ, દહીં અને સિંદૂર પીપળાના મૂળમાં મૂકો અને દિવો પ્રગટાવો ત્યાર બાદ તમારી આવકમાં વૃદ્ધિ થતી જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -