Ayodhya Ram Mandir: ઐતિહાસિક ધાર્મિક નગરી અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થઈ છે. આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમની માત્ર દેશમાં જ નહીં, વિશ્વભરમાં ઝલક જોવા મળી રહી છે.  રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું, આજે આપણને સદીઓની ધીરજ વારસામાં મળી છે. આજે આપણને શ્રી રામનું મંદિર મળ્યું છે. આખો દેશ આજે દિવાળીની ઉજવણી કરી રહ્યો છે. આજે સાંજે દરેક ઘરમાં રામજ્યોતિ પ્રગટાવવાની તૈયારીઓ ચાલી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે આજે હું ભગવાન શ્રી રામની પણ માફી માંગુ છું, આપણા પ્રયત્નોમાં કંઈક ઉણપ રહી હશે, આપણી તપસ્યામાં કંઈક એવી ઉણપ રહી હશે કે આપણે આટલી સદીઓ સુધી મંદિર ન બનાવી શક્યા, આજે તે ઉણપ ભરાઈ ગઈ છે.




રામ મંદિરમાં પ્રવેશ કરતી વખતે પીએમ મોદીના હાથમાં વસ્ત્રો અને છતર હતું. આ સમય દરમિયાન, પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા સાધુ-સંતો ખૂબ જ ખુશ અને ઉત્સાહથી ભરેલા દેખાતા હતા. પાછળ બેઠેલા વીઆઈપી મહેમાનો તેમના મોબાઈલ ફોન વડે સુંદર દ્રશ્ય કેદ કરતા જોવા મળ્યા હતા.




પંડિતો દ્વારા રામલલા પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં દેવી-દેવતાઓના પૂજા, હવન, પારાયણ વગેરે કરવામાં આવ્યા હતા.




વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બપોરે મંદિરના ગર્ભગૃહમાં પહોંચ્યા અને રામલલાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ થઈ હતી.




પૂજા વિધિ દરમિયાન તેમની સાથે આરએસએસના મોહન ભાગવત પણ સામેલ થયા હતા.




પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના હાથમાં કમળનું ફૂલ લઈને વિધિની શરૂઆત કરી હતી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પીએમ મોદી રામની ભક્તિમાં ડુબેલા જોવા મળ્યા હતા.




 પીએમ મોદીની સાથે આરએસએસના મોહન ભાગવત, યુપી સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ પૂજા કરી હતી.




ભગવાન રામના ચરણોમાં કમળ અર્પણ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી.




પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિધિ સંપન્ન થયા બાદ પીએમ મોદીએ રામલલાને સાષ્ટાંગ દંડવત કર્યા હતા.


અયોધ્યામાં પીએમ મોદીએ શબરી, જટાયું અને ખિસકોલીને યાદ કરી શું કહ્યું? જાણો


PM મોદીએ રામ મંદિર નિર્માણ સાથે જોડાયેલા કારીગરો પર કરી પુષ્પ વર્ષા, જુઓ વીડિયો


રામલલા પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે ઉજ્જૈનમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, શ્રીરામના સ્વરૂપમાં મહાકાલે આપ્યા દર્શન