Shri Krishna Janmastami 2021: જ્યોતિષ શાસ્ત્રની ગણના અનુસાર 101 વર્ષ બાદ જન્માષ્ટમીમાં વિશેષ જયંતી યોગ બની રહ્યો છે. જે ખૂબ જ શુભ છે. આ યોગમાં આપ આપની રાશિ મુજબ શ્રીકૃષ્ણની પૂજા કરશો તો મહાલાભ થશે.
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી 30 ઓગસ્ટ મનાવવામાં આવશે, જ્યોતિષ શાસ્ત્રની ગણના અનુસાર 101 વર્ષ બાદ જન્માષ્ટમીમાં વિશેષ જયંતી યોગ બની રહ્યો છે. જે ખુબ જ શુભ છે. આ યોગમાં ભક્ત તેની રાશિ અનુસાર પૂજા કરશે તો મહા લાભની પ્રાપ્તિ થશે.
આ રીતે થાય છે જંયતી યોગનું નિર્માણ
જ્યારે મધ્યરાત્રિએ અષ્ટમી તિથિ તેમજ રોહણી નક્ષત્રનો સંયોગ મળે છે. ત્યારે જંયતી યોગનું નિર્માણ થાય છે. આ વર્ષે આ યોગ કૃષ્ણ જન્માષ્ટમીમાં બની રહ્યો છે.
જંયતીના યોગ પર રાશિ અનુસાર કરો પૂજા
જયંતી યોગ પર જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો રાશિ મુજબ શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે તો વિશેષ ફળની પ્રાપ્તિ થવાની સાથે મનોકામનાની પૂર્તિ થાય છે.
મેષ રાશિ
મેષ રાશિના લોકો સર્વ પ્રથમ શ્રીકૃષ્ણને જળથી અભિષેક કરીને તેને પવિત્ર જળથી સ્નાન કરાવો, લાલ વાઘા પહેરાવો, કુમ કુમનુ તિલક કરો. માખણ મિશરીનો ભોગ લગાવો. દૂધથી બનેલી મીઠાઇ ધરાવો
વૃષભ રાશિ
ચાંદીના વર્ક વાળા વાઘા શ્રીકૃષ્ણને પહેરાવો. ચંદનનું તિલક કરો. પંચામૃતનો ભોગ લગાવો. સફેદ મીઠાઇ ધરાવો.
મિથુન રાશિ
રાધા કૃષ્ણને દૂધની નવડાવો. ત્યાર બાદ લેરિયાના પ્રિન્ટના વાઘા પહેરાવો, ચંદન કરો અને દહીં અને સૂકા મેવા ધરાવો.
કર્ક રાશિ
રાધા કૃષ્ણને કેસરથી સ્નાન કરાવો, સફેદ વાઘા પહેરાવો, દૂધ અને નારિયેળની મીઠાઇનો ભોગ ઘરાવો
સિંહ રાશિ
ગંગા જળ અને મધ મિશ્રિત જળથી શ્રીકૃષ્ણને સ્નાન કરાવો, ગુબાલી રંગના વસ્ત્રો પહેરાવો,અષ્ટ ગંધનું તિલક લગાવો, ગોળ અને માખણ, મિશરીનો ભોગ લગાવો,
તુલા રાશિ
શ્રીકૃષ્ણને દૂધથી સ્નાન કરાવો, કેસરિયા વસ્ત્રો પહેરાવો, સૂકો મેવો, માખણ, મિશરીનો ભોગ લગાવો, શુદ્ધ ઘીથી બનેલી મીઠાઇનો ભોગ લગાવો.
વૃશ્ચિક રાશિ
બાંકે બિહારીને દૂધ, દહીં, મધથી સ્નાન કરાવો. લાલ વસ્ત્રો પહેરાવો,માખણ,દહી અને ગોળની સાથે નારિયેળથી બનેલ મીઠાઇ ધરાવો
ધનુ રાશિ
રાધાકૃષ્ણને દૂધ અને મધથી સ્નાન કરાવો. તેને પીળા રંગનો વસ્ત્રો પહેરાવો, પીળી મીઠાઇનો ભોગ લગાવો.
મકર રાશિ
ભગવાન શ્રીકૃષ્ણને ગંગાજળથી સ્નાન કરાવો. નારંગી રંગના વસ્ત્રો પહેરાવો,મીશરીનો ભોગ લગાવો અને મીઠું પાન અર્પણ કરો
કુંભ રાશિ
રાધાકૃષ્ણને મધ, દૂધ, દહીં, સાકર, જળથી સ્નાન કરાવો. નીલા રંગના વસ્ત્રો પહેરાવનીને સૂકો મેવો ઘરાવો
મીન રાશિ
રાધા કૃષ્ણને મધ, દહીં, જળ અર્પણ કરો.પીતામ્બરી પહેરાવો, પૂજા દરમિયાન નારિયેલ, દૂઘ,કેસર, અથવા મેવાથી બનેલી મીઠાઇનો ભોગ લગાવો