56 Bhog For Shri Krishna Janmashtami 2022: જન્માષ્ટમી હિંદુઓનો મુખ્ય તહેવાર છે. આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી 18 ઓગસ્ટ, 2022 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણની વ્રત સ્વરૂપે પૂજા કરવામાં આવે છે. રાત્રે કાનાના જન્મ બાદ પૂજામાં 56 ભોગ પ્રસાદ ચઢાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે છપ્પન ભોગથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. આવો જાણીએ કેવી રીતે 56 ભોગ ચઢાવવાની શરૂઆત અને તેની પાછળ શું છે પૌરાણિક કથા


જન્માષ્ટમી પર 56 ભોગની દંતકથા


એક કથા અનુસાર જ્યારે ભગવાન કૃષ્ણ બાળપણમાં માતા યશોદા સાથે રહેતા હતા ત્યારે તેમની માતા તેમને દિવસમાં 8 વખત  ભોજન કરાવતા હતા અને આઠેય વખત પોતાના હાથે જ તેમને જમાડતા હતા, જેથી કૃષ્ણને પેટ ભરીને ખવડાવી શકાય. એક વખત વ્રજવાસી ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે એક મોટા કાર્યક્રમનું આયોજન કરી રહ્યા હતા. કૃષ્ણએ નંદ બાબાને પૂછ્યું કે આ ઘટના શેના માટે બની રહી છે, તેમણે કહ્યું કે આ ઘટના સ્વર્ગના ભગવાન ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે કરવામાં આવી રહી છે. આનાથી તેઓ વરસાદ સારો કરશે અને તેથી સારો પાક થશે. ત્યારે કૃષ્ણએ કહ્યું કે જ્યારે ઈન્દ્રદેવનું કામ છે વરસાદ કરવો તો તેની પૂજા શા માટે કરવી.


જો તમારે પૂજા કરવી હોય તો ગોવર્ધન પર્વત કરો કારણ કે તે ફળ અને શાકભાજી આપે છે અને પ્રાણીઓને ખવડાવે છે. પછી બધાને કૃષ્ણની વાત વાજબી અને તાર્કિક લાગી. બધાએ ઇન્દ્રની પૂજા ન કરી અને ગોવર્ધનની પૂજા કરી, અને ઇન્દ્રદેવને લાગ્યું કે આ તેમનું ઘોર અપમાન છે. તેઓ ગુસ્સે થઈ ગયા અને ગુસ્સામાં આવીને તેમણે ભારે વરસાદ વરસાવ્યો, સર્વત્ર પાણી જોવા મળ્યું. જ્યારે પાણી વધવા લાગ્યું ત્યારે કૃષ્ણએ કહ્યું કે ગોવર્ધનની શરણમાં જાવ, તે આપણને ઇન્દ્રના ક્રોધથી બચાવશે. કૃષ્ણ ટચલી આંગળી પર આખા ગોવર્ધન પર્વતને ઉઠાવીને સમગ્ર વ્રજની રક્ષા કરી હતી. સાત દિવસ સુધી ભગવાન શ્રીકૃષ્ણે ગોવર્ધન પર્વતને કંઇપણ ખાધા વગર આંગળી પર ધારણ કરી રાખ્યો હતો. જ્યારે 8માં દિવસે વરસાદ બંધ થયો અને બધા ગોવર્ધનના આશ્રયમાંથી બહાર આવી ગયા. આ પછી, બધાએ વિચાર્યું કે કૃષ્ણએ તેમને સતત 7 દિવસ સુધી વરસાદથી બચાવ્યા અને કંઈપણ ખાધું કે પીધું પણ નહીં. ત્યારે માતા યશોદા સહિત વ્રજવાસીઓએ દરરોજના આઠ કલાક મુજબ સાત દિવસનું મિશ્રણ કરીને કનૈયા માટે કુલ 56 પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી. આમ ભગવાન શ્રીકૃષ્ણને છપ્પન ભોગનો ભોગ ધરાવવામાં આવે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.