Krishna Janmashtami 2025: આજે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો પૂજા મુહૂર્તથી લઈને સામગ્રી, વિધિ સુધીની બધી માહિતી

Krishna Janmashtami 2025: આ વર્ષે જન્માષ્ટમી બે દિવસ, 15 અને 16 ઓગસ્ટ 2025 છે. આવી સ્થિતિમાં, માન્યતા અનુસાર, કાન્હાની પૂજા માટેના બધા મુહૂર્ત, સામગ્રી, વિધિ, મંત્ર, ભોગ અહીં જુઓ.

gujarati.abplive.com Last Updated: 16 Aug 2025 12:11 PM

બ્રેકગ્રાઉન્ડ

Krishna Janmashtami 2025:  પંચાંગમાં તફાવત હોવાને કારણે, આ વર્ષે જન્માષ્ટમી બે દિવસે, 15 અને 16 ઓગસ્ટ 2025 ના રોજ ઉજવવામાં આવશે. આ ભગવાન કૃષ્ણની 5252મી જન્મજયંતિ હશે. પરંપરા અનુસાર, આ...More

શામળાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું

જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. આજે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાલાને પારણે ઝુલાવવા માટે મંદિરમાં પહોંચ્યા હતા.ભગવાનનો વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે, જેમાં  તેમને 15 કિલો સોનાના વિવિધ આભૂષણોથી સજાવવામાં આવ્યા છે.