Japani Baba prediction : બલ્ગેરિયાના બાબા વાંગાની જેમ, જાપાની બાબા રિયો તાત્સુકીએ ખતરનાક આગાહી કરી છે. જાપાનના લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું છે. ભય એટલો બધો છે કે, જાપાનની મુસાફરીમાં 83 ટકાનો ઘટાડો થયો છે.જાપાની બાબાની આ આગાહીઓનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી, પરંતુ લોકોમાં તેમની વિશ્વસાસ ચોક્કસ કરી રહ્યાં છે. . ચાલો જાણીએ તેમને જુલાઇ 2025 માટે શું આગાહી કરી છે.
રિયો તાત્સુકી કોણ છે
જાપાનના રિયો તાત્સુકીને ન્યૂ બાબા વેન્ગા અને જાપાની બાબા વેન્ગા તરીકે ઓળખવામાં આવે છે. રિયો તાત્સુકી એક જાપાની મંગા (જાપાનીઝ કોમિક) કલાકાર છે. રિયો તાત્સુકીનું 'ધ ફ્યુચર આઈ સો' મંગા કોમિક વર્ષ 1999 માં પ્રકાશિત થયું હતું. રિયો તાત્સુકીએ આ પુસ્તકમાં કેટલીક આગાહીઓ કરી હતી, જે સાચી સાબિત થઈ છે.
રિયો તાત્સુકીએ તેમના પુસ્તક 'ધ ફ્યુચર આઈ સો' માં 5 જુલાઈ, 2025 ના રોજ આફતની આગાહી કરી છે. પુસ્તકમાં આગાહી કરતા તેમણે લખ્યું છે કે, 5 જુલાઈ, 2025 ના રોજ જાપાન અને ફિલિપાઇન્સ વચ્ચે સમુદ્રના તળમાં એક મોટી તિરાડ પડશે.
લોકો 5 જુલાઈ, 2025 ના રોજ આપત્તિની રિયો તાત્સુકીની આગાહી પર પણ વિશ્વાસ કરી રહ્યા છે, કારણ કે તેમની ઘણી આગાહીઓ પહેલા પણ સાચી પડી છે. આ જ કારણ છે કે લોકો તેમને જાપાની બાબા વેન્ગા કહે છે.
જાપાની બાબાની કેટલીક વધુ આગાહીઓ
- જાપાની બાબા વેંગાએ 19191માં ક્વીન બેન્ડના મુખ્ય ગાયક ફ્રેડી મર્ક્યુરીના મૃત્યુની આગાહી કરી હતી, જે સાચી પડી.
- તેમણે 1995માં કોબે ભૂકંપની આગાહી કરી હતી, જેમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા.
- 2011માં તાત્સુકીએ કરેલી ભૂકંપ અને સુનામીની આગાહી સાચી પડે છે.
- તાત્સુકીએ કોવિડ-19ની પણ આગાહી કરી હતી, જે સાચી પડી.
- રિયો તાત્સુકીની જાપાની બાબા વેંગાએ રાજકુમારી ડાયનાના મૃત્યુની પણ આગાહી કરી હતી, જે સાચી પડી.
રિયો તાત્સુકીની આગાહી અંગે, જાપાની અધિકારીઓએ તેને અવગણવાની અપીલ કરી છે. મિયાગી પ્રીફેક્ચરના ગવર્નર યોશીહિરો મુરાઈએ લોકોને અપીલ કરી અને કહ્યું કે આ આગાહી સંપૂર્ણપણે પાયાવિહોણી છે. તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. આ સાથે, તેમણે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની પણ અપીલ કરી છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો