Kaal Bhairav Temple: ભગવાન કાલ ભૈરવને ભગવાન શિવનો રુદ્ર અવતાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બાબા ભૈરવની પૂજા કરવાથી શત્રુઓ અને મુશ્કેલીઓથી મુક્તિ મળે છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી 190 કિમી દૂર ઉજ્જૈનનું કાલ ભૈરવ મંદિર ઘણું પ્રખ્યાત છે. તેનું એક કારણ એ પણ છે કે અહીં ભગવાન કાલ ભૈરવને મદિરા ચઢાવાય  છે.


મહાદેવનો રૌદ્ર સ્વરૂપ એટલે  કાળભૈરવ, કાળ ભૈરવને  ભગવાન શિવના અવતાર તરીકે પૂજવામાં આવે છે. હિંદુ ધર્મમાં બાબા ભૈરવનું ખૂબ મહત્વ છે. ભૈરવ એટલે ભય દૂર કરનાર. ભગવાન કાળ ભૈરવને ભગવાન શિવના અનુયાયી અને પાર્વતીના અનુયાયી માનવામાં આવે છે. તેમને કાશીના કોટવાલ એટલે કે રક્ષક     પણ કહેવામાં આવે છે.


ભગવાન કાલ ભૈરવને તંત્ર-મંત્રના સ્વામી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની પૂજામાં અનેક પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઉજ્જૈનમાં એક એવું મંદિર છે જ્યાં ભગવાનને મદિરાપાન કરાવાયા છે એટલે કે મદિરા ચઢાવવામાં આવે છે. આવો જાણીએ બાબા ભૈરવને મદિરા  ચડાવવા પાછળનું કારણ શું છે, સાથે જ તેના વિશે લોકોની શું માન્યતા છે.


શા માટે મદિરા કરાઇ છે અપર્ણ


માન્યતાઓ અનુસાર, કાલ ભૈરવને તામસિક પ્રકૃતિના દેવતા માનવામાં આવે છે. તેથી જ તેમને મદિરા અર્પણ  કરવામાં આવે છે. આ મંદિરમાં મદિરા અર્પણ કરવાની પ્રથા સદીઓથી ચાલી આવે છે. વાસ્તવમાં, કાલ ભૈરવના મંદિરમાં મદિરા ચઢાવવું એ સંકલ્પ અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. એટલા માટે લોકો દારૂ અર્પણ કરે  છે, જો કે અહીં એક  બીજો સંદેશ પણ છુપાયેલો છે. મદિરા એક તામસિક તાસીરને ઉજાગર કરતી નસીલું પીણું છે તો ખુદને  પીતા હલાહલ કરતા શિવને અર્પણ કરી દેવું જોઇએ જેથી જીવનની બધી જ નકારાત્મકતા પણ તેની સાથે દૂર થઇ જાય


મંદિર વિશે ચોંકાવનારી વાત


આ મંદિરમાં દૂર-દૂરથી લોકો બાબા ભૈરવના દર્શન કરવા આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે મંદિરમાં હાજર ભગવાન કાલ ભૈરવની મૂર્તિ મદિરા લે છે. પુરાતત્વ વિભાગ અને વૈજ્ઞાનિકો પણ આ રહસ્ય શોધી શક્યા નથી. જેના કારણે આ મંદિર પ્રત્યે લોકોની આસ્થા વધુ વધી છે. એવું કહેવાય છે કે કાલ ભૈરવ મંદિરનું નિર્માણ રાજા ભદ્રસેને શિપ્રા નદીના કિનારે કરાવ્યું હતું. આ પ્રાચીન મંદિર અષ્ટભૈરવમાંના મુખ્ય કાલભૈરવને સમર્પિત છે.


લોકોની શું માન્યતા છે


વિવિધ માન્યતાઓ અનુસાર, ભગવાન કાલ ભૈરવને મદિરા અર્પણ કરવાથી જીવનની તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. આ સાથે એવું પણ માનવામાં આવે છે કે રવિવારે કાલ ભૈરવના મંદિરમાં મદિરા ચઢાવવાથી વ્યક્તિના તમામ પ્રકારના ગ્રહ દોષો પણ દૂર થઈ જાય છે. આ ઉપરાંત લોકો કાલસર્પ દોષ, અકાળ મૃત્યુ અને પિતૃદોષ જેવી સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે ભગવાન કાલ ભૈરવને મદિરા પણ ચઢાવે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો