vastu tips:  જ્યોતિષ શાસ્ત્રમાં મોરપંખનું ખૂબ જ મહત્વ છે. જો વ્યક્તિ ઘરમાં યોગ્ય દિશા અને જગ્યા પર મોર પંખ રાખે છે  તો તેની કિસ્મત ચમકી જાય છે. તેને નવ ગ્રહનું પ્રતીક કહેવામાં આવે છે. કહેવાય છે કે તેને ઘરમાં રાખવાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે . હિન્દુ ધર્મમાં મોરપંખને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણ પણ પોતાના મુગટમાં મોરના પીંછા પહેરતા હતા. તેમને મોર પીંછા ખૂબ જ પ્રિય હતા. વાસ્તુશાસ્ત્રમાં પણ મોરનું પીંછ ખૂબ જ શુભ ફળ આપનારું માનવામાં આવે છે. 


ઘરમાં મોરપંખ રાખવાથી દેવતાઓ અને નવ ગ્રહોનો પણ વાસ થાય છે.  આ કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી અને સકારાત્મક ઉર્જા ઘરમાં રહે છે. ઘરમાં મોરપંખ રાખવાથી આવનારી તમામ સમસ્યાઓ દૂર થાય છે. ઘરમાં મોરપંખ રાખવાથી સુખ-શાંતિ બની રહે છે. મોરપંખ ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવું જોઈએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બની રહે છે.


નાણાકીય તંગી દૂર થાય છે 


પૂજા સ્થાન પર મોર પીંછા રાખવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને ઘરમાં ખુશીનું વાતાવરણ બની રહે છે. આ સાથે તે આવકના નવા સ્ત્રોત બને  છે અને જેના કારણે ઘણો નફો થાય છે, તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.


મોરપંખને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જાનો વાસ નથી થતો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવવા લાગે છે.  જે વ્યક્તિની રાશિમાં રાહુ દોષ હોય છે તેમણે પોતાના ખિસ્સા કે ડાયરીમાં મોરપંખ રાખવો જોઈએ. આમ કરવાથી રાહુ દોષ દૂર થઈ જાય છે અને કોઈ પણ કામમાં કોઈ મુશ્કેલી નથી આવતી. 
 
ઘરનો મેઈન ગેટ જો વાસ્તુના અનુસાર ન બનાવવામાં આવ્યો હોય તો ગેટ પર ત્રણ મોર પંખ લગાવી દો. આ મોર પંખની નીચે ભગવાન ગણેશની તસવીર લગાવી દો. આમ કરવાથી વાસ્તુ દોષ દૂર થઈ જાય છે.


પતિ-પત્નીની વચ્ચે મોટાભાગે લડાઈ-ઝગડા થતા હોય તો સુખી દાંપત્ય જીવન માટે બેડરૂમમાં મોર પંખ લગાવી દો. આમ કરવાથી પતિ-પત્નીની વચ્ચે પ્રેમ વધશે.  જીવનમાં સફળતા મેળવવા માટે હંમેશા પોતાની પાસે એક મોર પંખ રાખો. આ મોર પંખથી નિકળનાર સકારાત્મર ઉર્જા તમને કોઈ પણ કામને પુરૂ કરવામાં મદદ કરશે. 
 
જો કોઈ વ્યક્તિ મોટાભાગે ખરાબ સપના જુએ છે તો માથા પર મોરપંખને રાખવાથી ખરાબ સપના આવવાનું બંધ થઈ જશે. મોર પંખને ઘરના દક્ષિણ-પૂર્વી સ્થાનમાં રાખવાથી ઘરમાં હંમેશા બરકત થાય છે. એવામાં ઘરમાં ક્યારેય પણ ધનની કમી નથી થતી. 


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


પૈસાનો વરસાદ કરશે નવરાત્રિમાં લવિંગના આ 5 ઉપાય, કરિયરમાં પણ મળશે સફળતા