Kendra Tirkon Rajyog: શનિદેવ જાન્યુઆરી વર્ષ 2023થી પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં સંચરણ કરી રહ્યાં છે અને ત્યાં વર્ષ 2025 સુધી અહી બિરાજમાન રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિદેવે કુંભમાં રહેતાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગનું નિર્માણ કર્યુ છે. આ રાજયોગનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ ખાસ 3 રાશિઓને વધુ અસર કરશે. કુંભ, વૃષભ અને મિથુર રાશિની કિસ્મત ચમકી શકે છે. આ રાશિના લોકોમાં પૈસા, વ્યવસાય અને કરિયર સંબંધમાં પ્રગતિ મળી શકે છે.
કુંભ રાશિ
કેન્દ્ર ત્રિકોણ રાજયોગ કુંભ રાશિ માટે લાભકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિના લગ્ન ભાવ પર બની રહ્યો છે. તેથી આ સમયે તમારો આત્મવિશ્વાસ વધશે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન, કુંભ રાશિના જાતકોના જીવનના મોટાભાગના ક્ષેત્રોમાં પ્રગતિ જોશે અને આવકમાં પણ સારો વધારો થઈ શકે છે. મહેનતની સાથે તમને ભાગ્યનો સાથ પણ મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન તમારી ઇચ્છાઓ પૂર્ણ થશે. નવા કાર્યોમાં પણ તમને સફળતા મળશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. આ સમયે તમે કામ અને વ્યવસાયમાં સારી પ્રગતિ મેળવી શકો છો. સાથે જ દરેક કાર્ય માટે યોજનાઓ બનાવશો અને તેના અમલ માટે સખત મહેનત કરશો. આ સમયે તમારી માટે આવકના નવા સ્ત્રોત આવશે અને પૈસા કમાવવાની ઈચ્છામાં વધારો થશે. તમારી આવકમાં વધારો થવાની શક્યતા છે. તમારા ભવિષ્ય સાથે સંબંધિત નિર્ણયો લેવામાં સરળતા રહેશે. આ સમયે તમે તમારા પિતા સાથેના સંબંધોમાં સુમેળ રહેશે. વેપારીઓને પણ આ સમયે સારો આર્થિક લાભ મળશે.
મિથુન રાશિ
કેન્દ્ર ત્રિકોણ રાજયોગની રચના મિથુન રાશિ માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી નવમા ભાવમાં બની રહ્યો છે. તેથી, આ સમયે તમે ભાગ્યશાળી બની શકો છો. તમે આ સમયે દેશ અને વિદેશમાં મુસાફરી કરી શકો છો. મિથુન રાશિ માટે આ વર્ષ ઘણુ સારુ રહેશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને ધારણા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.