ઘરમાં સુખ શાંતિ બનાવી રાખવા વ્યક્તિ પૂજા પાઠ અને ભગવાનનું ધ્યાન ધરે છે. પરંતુ પરિવારનો કંકાસ માણસનું સુખ ચેન અને માનસિક શાંતિ છીનવી લે છે. શાંત અને ખુશાલી ભર્યુ જીવન માટે ઘરમાં ધનની દેવી લક્ષ્મીનો વાસ હોવો જરૂરી છે. પરિવારના કલહ-કલેશથી છૂટકારો મેળવવા શાસ્ત્રોમાં કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે.


આ ઉપાયોથી દૂર કરો પારિવારિક કંકાસ



  • ઘરમાં સતત લડાઈ-ઝઘડાની સ્થિતિમાંથી તરત છુટકારો મેળવવા માટે કેસરનો ઉપાય ખૂબ લાભકારી છે. આ માટે ચપટી કેસને પાણીમાં નાંખીને તેનાથી સ્નાન કરવાથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે. આ ઉપરાંત કેસરવાળું દૂધ પીવાથી માનસિક શાંતિ રહે છે.

  • ઘર કે મંદિરમાં જઈને હનુમાનજીની તસવીર સામે દીપક પ્રગટાવવાથી કલહ-કંકાસથી છૂટકારો મળે છે. આવું સતત સાત મંગળવાર સુધી કરવાનુ હોય છે. દીપકની સાથે અષ્ટગંધ પ્રગટાવો. તેનાથી ઘરમાં સુખ શાંતિ રહેશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.

  • ઘરનો કલેશ દૂર કરવા માટે રાત્રે સૂતા બપહેલા કપૂરનો એક ટુકડો ગાયના ઘીમાં ડૂબાડીને પ્રગટાવો. કપૂરને પીળા વર્તનમાં પ્રગટાવાથી વધારે લાભ મળે છે. સપ્તાહમાં એક દિવસ ઘરમાં ગૂગળનો ધૂપ પણ કરી શકો છો. તેનાથી ઘરમાં શાંતિ બની રહે છે અને માનસિક શાંતિ મળે છે.

  • શાસ્ત્રો મુજબ ઘરમાં પોતા મારતી વખતે પાણીમાં મીઠું ભેળવવાથી નકરાત્મક ઉર્જા દૂર થાય છે. ઘરમાં સતત કલેશ રહેતો હોય તો દર મહિને સત્યનારાયણ ભગવાનની કથા કરવી જોઈએ. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે અને મન પ્રસન્ન રહે છે.


Disclaimer: અહીંયા આપવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


આ પણ વાંચોઃ


ઘરમાં પૂજા બાદ શંખ વગાડતા પહેલા જાણી લો આ નિયમો, નહીંતર થઈ શકે છે......