Dhanteras 2023: ધનતેરસ આજે (10 નવેમ્બર, શુક્રવારે) ઉજવવામાં આવી રહી છે.  ધનતેરસના દિવસે નવી વસ્તુઓની ખરીદી શુભ માનવામાં આવે છે. ખાસ કરીને સોનાની ખરીદી ધનતેરસના દિવસે ખૂબ જ શુભ  માનવામાં આવે છે.   ધનતેરસ પર કઈ વસ્તુઓ ખરીદવી શુભ છે ? ચાલો જાણીએ. 


ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી સાથે અન્ય કેટલીક વસ્તુઓ છે જે ધનતેરસના દિવસે ખરીદવી ખૂબ શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે ઝાડુ ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઝાડુનો સંબંધ માતા લક્ષ્મીજી સાથે છે. ધનતેરસના દિવસે ઝાડુ ખરીદો અને તેની કંકુ, ચોખા અને ફૂલોથી પૂજા કરવાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.       


ધાણાની ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે    


ધનતેરસના દિવસે ધાણાની ખરીદી કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરી અને તેમને ધાણા અર્પણ કરવા. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન રહે છે. પૂજા થઈ ગયા પછી આ ધાણાને કોઈ કુંડામાં લઈ તેમા વાવવા જોઈએ. આમ કરવાથી વેપારમાં તેજી આવે છે.


વાસણની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે    


ધનતેરસના દિવસે વાસણોની ખરીદી કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે, ધનતેરસના દિવસે પિત્તળના વાસણો ખરીદવા પણ અતિ શુભ માનવામાં આવે છે. આ સિવાય તમે તાંબાના વાસણો પણ ખરીદવા જોઈએ. પરંતુ ધ્યાન રહે કે સ્ટીલ, પ્લાસ્ટિક કે કાચના વાસણો બિલકુલ ન ખરીદશો. આ દરેક વસ્તુઓનો સંબંધ શનિ અને રાહુ સાથે રહેલો છે. ધનતેરસના દિવસે આ પ્રકારની અશુભ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશે છે. એટલે ભૂલથી પણ કોઈ એવી વસ્તુ ન ખરીદો કે જેનાથી કોઈ અશુભ થાય.


વાસણની ખરીદી કરવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર રહેશે. આ સાથે પૌરાણિક કથાઓ પ્રમાણે કારતક મહિનાની કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ભગવાન ધન્વંતરિ સમુદ્ર મંથન દરમિયાન ધનથી ભરેલો કળશ લઈને પ્રગટ થયા હતા. ભગવાનના હાથમાં પિત્તળનો કળશ હતો, એટલા માટે આ દિવસે પિત્તળના વાસણ ખરીદવાની પરંપરા રહેલી છે.


 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial