Navratri 2025 : આ વર્ષે શારદીય નવરાત્રિ 22 સપ્ટેમ્બર 2025 એટલે કે આજથી શરૂ થઈ ગઈ છે. આ નવ દિવસના તહેવારમાં માતાજીના નવ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આ દરમિયાન ભક્તો દ્વારા ખાસ મંત્રોચ્ચાર અને પૂજા-પાઠ કરીને માતા દુર્ગાને પ્રસન્ન કરવામાં આવે છે. નવ દિવસ માતાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. જો કે નવરાત્રિમાં માતાજીની સાધાન સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. જેનું પાલન ન કરવામાં આવે તો ધનનો વ્યય થાય છે.

Continues below advertisement

નવરાત્રિમાં માતાજીની સાધના આરાધના અને ઉપસાસનાનો અનેરો મહિમા છે. નવરાત્રિ દરમિયાન માતાજીની ઉપાસના સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. પૂજા અને વ્રત રાખવાના ખાસ નિયમ છે.તો નવરાત્રિના શું છે નિયમ જાણીએ. 

જો આપ માતાજીનું સ્થાપન કરતાં હો અને અખંડ દીપક રાખતા હોય તો ઘરને બંધ કરવું વર્જિત છે. ઘરને ખાલી ન છોડવું તેમજ ખાસ કરીને માતાજીની સ્થાપનાના સ્થાનને સ્વસ્છ રાખવું. જો આ નિયમનું ધ્યાન ન આપવામાં આવે તો સાધનાનું ફળ મળતું નથી.

Continues below advertisement

નવરાત્રિમાં નખ કાપવા પણ વર્જિત છે. તેમજ મુંડન ન કરવાવું જોઇએ. શેવિંગ કરવું પણ નવરાત્રિમાં વર્જિત મનાય છે. જો કે પહેલી વખત બાળકનું મૂંડન કરાવવું શુભ મનાય છે.

વિષ્ણુ પુરાણ અનુસાર, નવરાત્રિના વ્રત દરમિયાન દિવસમાં ન ઉંઘવું જોઇએ.  નવરાત્રિ દરમિયાન લસણ, ડુંગળી ખાવું પણ વર્જિત છે.

નવ દિવસનું વ્રત રાખનાર વ્યક્તિએ કાળા કપડાં ન પહેરવા જોઇએ. ઉપરાંત સિલાઇનું કામ કરવું પણ વર્જિત છે. નવરાત્રિ દરમિયાન ગંદાં ખરાબ કપડા પહેરવા પણ વર્જિત છે.

વ્રત દરમિયાન લસણ, ડુંગળીની સાથે નમક પણ  ન લેવું જોઇએ, મસાલાવાળો અને ઓઇલી ખોરાક  ન લેવો જોઇએ, મગફળી, ફળો, દૂધ લઇ શકાય છે.

જો આપ અનુષ્ઠાન કરી રહ્યાં હોય તો ભલે દુર્ગા ચાલીસા હોય કે અન્ય માતાજીના ચાલીસા કે મંત્રોનું હોય તેના નિયમોમું ચુસ્તપણે પાલન કરવું જોઇએ. નવરાત્રિમાં સાધના માટે ત્રણ નિયમોનું પાલન થવું જોઇએ. સમય, આસન અને સમયની અવધિ.  નવેય દિવસ એક જ સમયે અનુષ્ઠાન  માટેના મંત્રોજાપ કે ચાલીસા શરૂ કરો અને સમય મર્યાદામાં જ નવેય દિવસ પૂર્ણ થવા જોઇએ. જે સ્થાન અને આસનનો ઉપયોગ કરતા હોય તેમાં પણ નવેય દિવસ સમાનતા જળવાવી જોઇએ.

નવરાત્રિ દરમિયાન આ કરવું 

નવરાત્રિનું વ્રત કરી રહ્યા હોય તો ધ્યાન રાખો કે પૂજા સવારે અને સાંજે નિયમો પ્રમાણે કરવી જોઈએ. સાથે માતાજીની આરતી તેમજ પ્રસાદ પણ કરવો જોઈએ.

પૂજા કરતી વખતે તમે મા દૂર્ગા ચાલીસા અને દૂર્ગા સપ્તશતીના પાઠ કરવા જોઈએ. આ કરવાથી માતા ખુશ થાય છે અને ભક્તોની ઈચ્છા પૂરી થાય છે.

જો તમે નવરાત્રિ વખતે 9 દિવસ ઉપવાસ કરી રહ્યા છો તો તમે બેડ અથવા પલંગ પર સુવાનું છોડીને જમીન પર સુઈ શકો છો.

નવરાત્રિ દરમિયાન આ વસ્તુઓ ન કરો 

નવરાત્રિ દરમિયાન એ ધ્યાન રાખવું કે માંસાહાર ખોરાક એટલે કે તીખો-તળેલો ખોરાક ન ખાવો જોઈએ. તેમાં લસણ અને ડુંગળીનો પણ સમાવેશ થાય છે.

આ વ્રત દરમિયાન કોઈપણ વ્યસનો ન કરવા જોઈએ.  વ્રત દરમિયાન વર્જિત છે.

જો કોઈ વ્યક્તિ આ વ્રત કરે છે તો તો તેણે બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું ફરજીયાત છે. આવું ન કરવાથી વ્રત તુટી શકે છે.