રાજ્યભરમાં હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી, સાળંગપુરમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપુર
રાજ્યમાં બે વર્ષ બાદ આજે હનુમાન જયંતિની ઉજવણી થશે. હનુમાન મંદિરોમાં મારૂતિ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવશે
નવસારી ખાતે આવેલા ૪૦૦ વર્ષ જૂના વિરવાડી હનુમાન મંદિરમાં હનુમાન જયંતિ પર ભાવિક ભક્તો પહોંચ્યા હતા. વિરવાડી હનુમાન મંદિરમાં ૪૦ વર્ષ બાદ પહેલી વાર દાદાને સોનાના વરકથી શણગાર કરવામાં આવ્યો હતો જેને જોવા દૂર દૂરથી લોકો આવ્યા હતા. દક્ષિણ ગુજરાતનું સાળંગપુર કહેવાતું વિરવાડી હનુમાન મંદિર ભાવિક ભક્તો માટે બે વર્ષ બાદ ખુલ્લુ મુકાતા ભારે ઉત્સાહ સાથે ભક્તો દર્શને ઉમટ્યા હતા.
સાળંગપુરમાં કેક કટિંગ કરી દાદાના જન્મોત્સવની ઉજવણી કરાઇ હતી. હનુમાનજીને સોનાના વાઘાનો શણગાર કરાયો હતો. સાળંગપુર ધામમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને હનુમાન જયંતિની આપી શુભકામના
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ધામધૂમથી હનુમાન જયંતિની ઉજવણી કરાઇ રહી છે. રાજકોટના બાલાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. રાજકોટવાસીઓને બાલાજી હનુમાન પર ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા છે.
વડોદરામાં પણ હનુમાન જયંતિની ઉજવણી કરાઇ હતી. પંચમુખી હનુમાન મંદિરે ભક્તોની ભીડ ઉમટી હતી. ભક્તોએ હર્ષ ઉલ્લાસ સાથે મંગળા આરતીના દર્શનનો લાભ લીધો હતો.
આજે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબીમાં 108 ફૂટની હનુમાનજીની પ્રતિમાનું વર્ચ્યુઅલી અનાવરણ કરશે. દેશના ચારેય ખૂણે હનુમાનજીની પ્રતિમા લગાવાઈ છે. મળતી જાણકારી અનુસાર, વડાપ્રધાન મોદી આજે મોરબી જિલ્લામાં સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફ્રન્સિંગ મારફતે હનુમાજીની પ્રતિમાનું અનાવરણ કરશે.
સાળંગપુરમાં આઠથી દસ લાખ ભક્તો દાદાના દર્શન માટે ઉમટશે. શ્રદ્ધાળુઓ શાંતિથી દર્શન કરી શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ અને મંદિર પ્રશાસને ખાસ તૈયારી કરી છે. અવ્યવસ્થા ન સર્જાય તે માટે આયોજન કરાયું છે. સાળંગપુર મંદિર સુધી પહોંચવાના રૂટ ડાયવર્ટ કરાયા હતા.
બ્રેકગ્રાઉન્ડ
રાજ્યમાં બે વર્ષ બાદ આજે હનુમાન જયંતિની ઉજવણી થશે. હનુમાન મંદિરોમાં મારૂતિ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવશે. સાળંગપુરમાં હનુમાનજીના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ હતું. આઠથી દસ લાખ શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટશે. શ્રદ્ધાળુઓ શાંતિથી દર્શન કરી શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -