Mahashivratri 2025: ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન ફાગણ મહિનાની ચતુર્દશી તિથિએ થયા હતા. આ તિથિ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. આ તારીખે મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિના દિવસે ઉપવાસની સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે, જેથી ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકાય. જે આ દિવસે વ્રતની સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે તેને ઈચ્છીત વરદાન મળે છે. આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

મહાશિવરાત્રીના દિવસે અનેક શુભ યોગો રચાશે આ વખતે જ્યોતિષની દૃષ્ટિએ તમામ મહાશિવરાત્રિ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. જ્યોતિષના મતે આ વખતે મહાશિવરાત્રીના દિવસે અનેક શુભ યોગો બની રહ્યા છે. આ શુભ યોગોમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી સુખ અને સૌભાગ્યમાં વધારો થશે. તેમજ જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. એટલું જ નહીં આ દિવસે રાશિ પ્રમાણે શિવલિંગનો અભિષેક કરવાથી ભાગ્ય ચમકશે. 

આવતીકાલે હિંદુ પંચાંગ મુજબ ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે સવારે 11.08 કલાકે શરૂ થશે. આ તિથિ 27 ફેબ્રુઆરીના રોજ સવારે 8:54 કલાકે સમાપ્ત થશે, તેથી આવતીકાલે જ ઉદયા તિથિ મુજબ મહાશિવરાત્રિ ઉજવવામાં આવશે.

રાશિ પ્રમાણે ભગવાન શિવને અભિષેક કરો

મહાશિવરાત્રીના દિવસે મેષ રાશિના જાતકોએ શુદ્ધ મધથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.આ દિવસે વૃષભ રાશિના લોકોએ કાચા ગાયના દૂધથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.આ દિવસે મિથુન રાશિના જાતકોએ શેરડીના રસમાં બીલીપત્ર ભેળવીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.આ દિવસે કર્ક રાશિવાળા લોકોએ શુદ્ધ ઘીથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.આ દિવસે સિંહ રાશિના જાતકોએ મધ મિશ્રિત ગંગા જળથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.આ દિવસે કન્યા રાશિના જાતકોએ ભાંગ મિશ્રિત ગંગા જળથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.આ દિવસે તુલા રાશિના જાતકોએ શિવલિંગનો પંચામૃતથી અભિષેક કરવો જોઈએ.આ દિવસે વૃશ્ચિક રાશિના જાતકોએ ગંગાજળથી  શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.આ દિવસે ધનુ રાશિના લોકોએ દૂધમાં કેસર મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.આ દિવસે મકર રાશિના લોકોએ શિવલિંગ પર કાળા તલ મિશ્રિત દૂધનો અભિષેક કરવો જોઈએ.આ દિવસે કુંભ રાશિના લોકોએ ગંગાજળમાં સોપારી મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.આ દિવસે મીન રાશિના લોકોએ ગંગા જળથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.

Mahashivratri 2025: મહાશિવરાત્રી પર આખો દિવસ રહેશે ભદ્રા, જાણો ક્યા મુહૂર્તમાં કરશો ભગવાન શિવજીની પૂજા