Mahashivratri : મહાશિવરાત્રિનો તહેવાર આ વર્ષે  18 ફેબ્રુઆરીને દિવસે ઉજવવામાં આવશે. પૌરાણિક કથાઓમાં શનિને મહાદેવના પરમ ભક્ત બતાવવામાં આવ્યા છે. એટલે મહાશિવરાત્રિ પર શિવલિંગ પર કેટલીક ખાસ વસ્તુઓ ચઢાવવાથી શનિની સાડા સાતી અને મહાદશાનો પ્રભાવ ઓછો થઈ જાય છે. હાલના સમયમાં ધન, મકર અને કુંભ રાશિ પર શનિની સાડા સાતી ચાલી રહી છે.  
મહાશિવરાત્રીના દિવસે તમે શિવલિંગ પર સાકર, બીલીપત્ર, ધતૂરા અને શ્રીફળ પણ ચઢાવી શકો છો. શિવલિંગ પર આ વસ્તુઓ ચઢાવવાથી સાડા સાતી સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થઈ શકે છે.



દૂધ- ભગવાન શિવ અને તેમના ગળામાં વીંટાળેલ નાગ વાસુકી બંનેને દૂધ પ્રિય છે. એટલે માટે મહાશિવરાત્રિ પર  તમે સાડા સાતીની  અસરને ઘટાડવા માટે દૂધ પણ અર્પણ કરી શકો છો.


દહીં- જો શનિની સાડા સાતી ખૂબ પરેશાન કરી રહી છે તો મહાશિવરાત્રીના દિવસે તમે શિવલિંગને દહીં પણ અર્પણ કરી શકો છો. આનાથી પણ તમારી સમસ્યાઓ ઘણી હદ સુધી દૂર થઈ શકે છે.


દેશી ઘીઃ- શનિની ખરાબ નજર વ્યક્તિ પર પડી જાય તો તેનું જીવન દુઃખોથી ભરાઈ શકે છે. સાડા સાતી દ્વારા જ શનિ વ્યક્તિને પરેશાન કરે છે. તેથી જ તેનાથી બચવા માટે તમે મહાશિવરાત્રિ પર શિવલિંગ પર દેશી ઘી ચઢાવી શકો છો.


ગંગાજળ- મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ગંગાજળ ચઢાવવાથી સાડા સાતીની અસર ઘણી ઓછી થઈ શકે છે. તાંબાના વાસણમાં પાણી લઈ  તેમાં થોડું ગંગાજળ  મિક્સ કરો અને તેનાથી શિવલિંગનો જળાભિષેક કરો.


ભાંગ- ભગવાન શિવને ભાંગ ખૂબ જ પ્રિય છે. જે લોકો આ દિવસે ભગવાન શિવને ભાંગ અર્પણ કરે છે, તેમને જે ઈચ્છે તેવુ ફળ મળે છે. શનિની સાડા સાતીથી બચવા માટે તમે તેને શિવલિંગ પર પણ ચઢાવી શકો છો.


મધઃ- શનિના પ્રભાવથી બચવા માટે તમે મહાશિવરાત્રિ પર ભોલેનાથના શિવલિંગ પર મધ ચઢાવી શકો છો. જેના કારણે ધૈયા કે મહાદશાના કારણે અકસ્માતની શક્યતાઓ ઘણી હદ સુધી ઘટી શકે છે.


મહાશિવરાત્રી પર ભગવાન શંકરને આ વસ્તુઓ પણ અર્પણ કરી શકો 


આ મહાશિવરાત્રી 2023 પર તમે શિવલિંગ પર સાકર, બીલીપત્ર, ધતૂરા અને શ્રીફળ પણ ચઢાવી શકો છો. શિવલિંગ પર આ વસ્તુઓ ચઢાવવાથી સાડા સાતી સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થઈ શકે છે.