Mahashivratri 2024: મહાશિવરાત્રી દર વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. શિવભક્તો આ ઉત્સવના આગમનની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ વખતે મહાશિવરાત્રી 08 માર્ચ 2024ના રોજ છે. આ ખાસ અવસર પર ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. ઉપવાસ પણ રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર મહાશિવરાત્રિનું વ્રત અને પૂજા કરવાથી સાધકને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. મહાશિવરાત્રીના દિવસે પૂજા કરવા સિવાય વિશેષ વસ્તુઓનું દાન કરવાનું પણ વધુ મહત્વ છે. જીવનમાં હંમેશા નિઃસ્વાર્થ ભાવે દાન કરવું જોઈએ. આવો જાણીએ મહાશિવરાત્રિ પર કઈ કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.


-મહાશિવરાત્રીના દિવસે તલનું દાન કરો. એવી માન્યતા છે કે તલનું દાન કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને પિતૃદોષ શાંત થાય છે. તેમજ બાકી રહેલા કામ પણ પૂર્ણ થાય.


-આ સિવાય દૂધ અને દૂધની બનાવટોનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે.


- મહાશિવરાત્રીના અવસરે તમારી ભક્તિ પ્રમાણે ગરીબ લોકોને વસ્ત્ર અને દક્ષિણા દાન કરો. એવું માનવામાં આવે છે કે આ કામ કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે અને આર્થિક લાભ થાય છે.


-જો તમે કામમાં સફળતા મેળવવા માંગતા હોવ તો મહાશિવરાત્રીના દિવસે મંદિરમાં ચાંદીના શિવલિંગનું દાન કરો. ચાંદીના શિવલિંગનું દાન કરવાથી સાધકને ઈચ્છિત ફળ મળે છે.


- કાચા દૂધ, ચોખા અને ખાંડની સાથે ચણાની દાળનું દાન મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કરવું જોઈએ. તેનાથી રોગો, દોષ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે. સનાતન ધર્મમાં અનાજ દાનનું ઘણું મહત્વ છે.


પંચાંગ અનુસાર, ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 08 માર્ચે રાત્રે 09:57 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 9 માર્ચે તિથિ સાંજે 06:17 વાગ્યે સમાપ્ત થશે. તેથી મહાશિવરાત્રી 8મી માર્ચે ઉજવવામાં આવશે. 


મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર શિવભક્તો દ્વારા ખૂબ જ આનંદ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો પોતાની ભક્તિ સાથે ઉપવાસ પણ રાખે છે. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના અવસરે ભગવાન ભોલેનાથ પૃથ્વી પર સ્થિત તમામ શિવલિંગોમાં ભૌતિક સ્વરૂપમાં વિરાજમાન હોય છે, તેથી મહાશિવરાત્રિના દિવસે શિવની પૂજા કરવાથી અનેક ગણું વધારે ફળ મળે છે અને વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થાય છે.