જ્યોતિષ: પંચાગ  અનુસાર 18 જાન્યુઆરી 2021ના દિવસે પોષ શુક્લ પક્ષની પંચમી તિથિ છે. આ દિવસે નવા સપ્તાહનો પ્રારંભ થઇ રહ્યો છે. 18 જાન્યુઆરીએ પૂર્વ ભાદ્ર નક્ષત્ર છે. સૂર્ય મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજને દિવસે મીન રાશિના જાતકે કેટલીક સાવધાની વર્તવાની જરૂર છે.

મીન રાશિનું રાશિફળ

મીન રાશિના જાતક આજે આળસથી દૂર રહેશે અને લક્ષ્યની પ્રાપ્તિ માટે કાર્યરત રહેશે, આજે ઓફિસ અને વ્યાપાર સાથે જોડાયેલા કામમાં વધુ વ્યસ્તતા રહેશે. આજે તમે ઊર્જાથી સભર રહેશો. દરેક કામને સમયસર પૂર્ણ કરવામાં સફળ રહેશો.આજે હાનિનો યોગ પણ બને છે. ખોટી ઉતાવળ કરવાથી નુકસાન જશે. ખાસ કરીને વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.આજે જીવન સાથીનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. લગ્નજીવનમાં પ્રેમ અને મધુરતા બની રહેશે.તર્ક વિતર્કની સ્થિતિથી બચો. લવ પાર્ટનરને નારાજ ન કરો.

સ્વાસ્થ્ય કેવું રહેશે ?

મીન રાશિના લોકો આજે સ્વાસ્થ્યને લઇને બેદરકાર રહેશે. માતાની તબિયતને લઇને ચિંતામાં વધારો થઇ શકે છે. સ્વચ્છતાના મામલે જો બેદરકારી રાખશો તો રોગના ભોગ બનવું પડશે.

કરિયર

મીન રાશિના જાતક આજે પ્રસન્ન રહેશે પરંતુ મનમાં અજ્ઞાત ડર સતાવ્યાં કરશે. અજ્ઞાત ભયથી બચવા માટે નકારાત્મક વિચારોથી દૂર રહેવું. ઓફિસમાં બોસને પ્રસન્ન કરવામાં આજે આપ સફળ રહેશો. વેપારમાં પણ લાભની સ્થિતિ જોવા મળી રહી છે.

ધનની સ્થિતિ

મીન રાશિ માટે આજનો દિવસ ધન પ્રાપ્તિ માટે ઉત્તમ છે. ધન પ્રાપ્તિના યોગ બનશે, બજારમાં રોકાણથી લાભ થશે, જો કે કોઇપણ પ્રકારની ઉતાવળ નુકસાન નોતરી શકે છે. સમજી વિચારીને રોકાણ કરશો તો ફાયદાકારક નિવડશે.

આજનો ઉપાય

આજના દિવસે સૂર્ય પૂજાથી લાભ થશે. પોષનો મહિનો ચાલી રહ્યો છે. પોષમાં સૂર્યની પૂજા કરવાથી માન સન્માનમાં વૃદ્ધિ થાય છે. પિતાના આશીર્વાદ પ્રાપ્ત કરો. વિલંબમાં પડેલા કાયો ઉકેલાશે