Shivaling Puja Niyam:  સોમવાર ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન ભોળાનાથ ભક્તો પર સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવી અને તેનાથી સંબંધિત કેટલાક ખાસ ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. પુરાણો અનુસાર શિવલિંગ પર કેટલીક ખાસ વસ્તુઓ ચડાવવાથી ભોળાનાથ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને જીવનની તમામ બાધાઓ દૂર થઈ જાય છે. આવો જાણીએ સોમવારે કઈ વસ્તુઓથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.


શિવલિંગને પંચામૃત સ્નાન કરાવો


સોમવારના દિવસે શિવલિંગને પંચામૃતથી સ્નાન કરાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.આ પછી તેના પર ચંદન અને ભભૂત ચઢાવો, ત્યારબાદ શિવલિંગ પર બિલપત્ર, ધતુરા અને શમીપત્ર ચઢાવો. આમ કરવાથી શિવ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. સોમવારે રુદ્રાભિષેક કરવો પણ ખૂબ જ શુભ છે.  શિવનો રુદ્રાભિષેક અલગ-અલગ વસ્તુઓથી અલગ-અલગ ઈચ્છાઓ માટે કરવામાં આવે છે. એવી માન્યતા છે કે શિવલિંગને ઘીથી અભિષેક કરવાથી સંતાન સુખ મળે છે. બીજી તરફ ગંગાના જળથી અભિષેક કરવાથી દુ:ખ અને પાપોમાંથી મુક્તિ મળે છે. જો આર્થિક સ્થિતિ સુધારવાની જરૂર હોય તો સોમવારે શિવલિંગ પર શેરડીના રસનો અભિષેક કરવો જોઈએ.


સોમવારના દિવસે કરો આ ખાસ ઉપાય


સોમવારે શિવ મંદિરમાં દીવો દાન કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ દિવસે શિવ મંત્ર ઓમ નમઃ શિવાયનો 108 વાર જાપ કરવો પણ ખૂબ જ શુભ છે. આ દિવસે કાચા ચોખામાં કાળા તલ ભેળવીને તેનું દાન કરવાથી પિતૃદોષ દૂર થાય છે. સોમવારના દિવસે શિવ મંદિરમાં રૂદ્રાક્ષ અર્પણ કરવાથી દામ્પત્ય જીવન સુખી બને છે. સોમવારે સફેદ રંગના વસ્ત્રો પહેરીને શિવની પૂજા કરવી જોઈએ. આ દિવસે ઘરની બહાર નીકળતી વખતે ચંદનનું તિલક લગાવવાથી તમામ કાર્યો સફળ થાય છે.




સોમવારે કરો આ શિવમંત્રોનો જાપ


શિવનો પંચાક્ષરી મંત્ર


 ॐ नम: शिवाय


શિવ ગાયત્રી મંત્ર


 ॐ तत्पुरुषाय विद्महे, महादेवाय धीमहि, तन्नो रूद्र प्रचोदयात्


મહામૃત્યુંજય મંત્ર


ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्


उर्वारुकमिव बन्धनान मृत्योर्मुक्षीय मामृतात्॥


લઘુ મહામૃત્યુંજય મંત્ર


 ॐ हौं जूं सः


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.