Nag Panchami 2024: હિન્દુ ધર્મમાં નાગ પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. ભગવાન ભોલેનાથ સાપની માળા પહેરે છે, એટલે કે નાગ દેવતા તેમના ગળાને આભૂષણની જેમ શણગારે છે.
એવું માનવામાં આવે છે કે નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી અથવા સાપને દૂધ પીવડાવવાથી જીવનમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે. આ વખતે ગુજરાતમાં નાગપંચમી 24 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવી રહી છે. નાગ પંચમીના અવસરે અહીં નાગ દેવના મંદિરોમાં જઈને પૂજા કરી શકાય છે. આ લેખમાં આપણને ભારતના પ્રાચીન નાગ દેવતાના મંદિરો વિશે જણાવવામાં આવી રહ્યું છે.
ભીમતાલનું કર્કોટક નાગરાજ મંદિર
કર્કોટક નાગ મંદિર ઉજ્જૈનના મહાકાલમાં આવેલું છે, જ્યાં પૂજા કરવાથી વ્યક્તિને સર્પ દોષમાંથી મુક્તિ મળે છે. પરંતુ કર્કોટક નાગરાજનું સૌથી જૂનું મંદિર નૈનીતાલ પાસે છે. આ મંદિર ભીમતાલના કર્કોટક નામની ટેકરીની ટોચ પર બનેલું છે. મંદિરનું વર્ણન સ્કંદ પુરાણના માનસખંડમાં જોવા મળે છે. મંદિરનો ઈતિહાસ 5 હજાર વર્ષથી પણ વધુ જૂનો છે.
કેરળનું મન્નારશાલા નાગ મંદિર
મન્નારશાલા નાગ મંદિર કેરળના અલેપ્પી જિલ્લામાં લગભગ 40 કિમી દૂર આવેલું છે. આ મંદિરમાં એક-બે નહીં પરંતુ 30 હજાર સાપોની મૂર્તિઓ છે. અહીં નાગરાજની સાથે તેમની જીવનસંગીની નાગાયક્ષી દેવી પણ હાજર છે.
જમ્મુ અને કાશ્મીરનું શેષનાગ મંદિર
જમ્મુ-કાશ્મીરમાં પણ નાગ દેવતાનું એક પ્રાચીન મંદિર છે. શેષનાગ મંદિર તરીકે ઓળખાતું આ નાગ મંદિર પીર પંજાલ પર્વતમાળામાં પટનીટોપમાં આવેલું છે. આ મંદિરનો ઈતિહાસ 600 વર્ષ જૂનો છે. કાશ્મીરનો અનંતનાગ પ્રદેશ અગાઉ નાગવંશીઓનો ગઢ હતો. આ મંદિરમાં નાગપંચમીની ભવ્ય ઉજવણી થાય છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ હાજરી આપે છે.
નાગ પંચમી 2024 ક્યારે છે?
તમને જણાવી દઈએ કે, આ વર્ષે નાગ પંચમીનો તહેવાર શુક્રવાર, 23 ઓગસ્ટ, 2024 ના રોજ સવારે 12:38 વાગ્યે શરૂ થશે અને 24 ઓગસ્ટના રોજ સવારે 07:51 વાગ્યે સમાપ્ત થશે. એટલે પૂજા 24 ઓગસ્ટ સવાર સુધી કરી શકાશે. આ દિવસે નાગ દેવતા અને શંકર ભગવાની પૂજા વિધિ પ્રમાણે કરવાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે.
આ પણ વાંચો...