Navratri 2022 Benefits: હિન્દુ ધર્મના લોકો આસો સુદ પક્ષના પ્રારંભથી આસો નોરતાને પુરી શ્રદ્ધા, ભક્તિ અને હર્ષોલ્લાસની સાથે મનાવે છે. આસો નોરતા દર વર્ષે આસો માસના પ્રારંભની તીથિથી શરૂ થઇને દસમી તિથી સુધી ચાલે છે. આ વખતે નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરૂ થઇને 5 ઓક્ટોબર સુધી ચાલશે, નવરાત્રીમાં 9 દિવસોમાં અલગ અલગ 9 દેવીઓની પૂજા કરવાથી અલગ અલગ ફળ પ્રાપ્તિ થાય છે. એટલા માટે દરેક દેવીઓની પૂજા કરવી જોઇએ. જાણો કઇ દેવીની પૂજા કરવાથી શું વરદાન પ્રાપ્ત થાય છે.
જાણો કઇ દેવીની પૂજા કરવાથી શું વરદાન પ્રાપ્ત થાય છે -
- માં શૈલપૂત્રી પૂજાનો લાભ - દેવીના નવ સ્વરૂપોમાંથી માં શૈલપૂત્રીની પૂજા પહેલા દિવસે કરવામા આવે છે. આની પૂજા કરવાથી ચંદ્રમાથી સંબંધિત તમામ દોષ દુર થાય છે.
- બ્રહ્મચારિણી પૂજાનો લાભ - બ્રહ્મચારિણીની પૂજા નવરાત્રીના બીજા દિવસે એર્થાત દ્વિતિય તિથીએ કરવામાં આવે છે, આમાં કુંડલીમાં મંગળ ગ્રહ સાથે જોડાયેલા તમામ દોષોથી મુક્તિ મળી જાય છે.
- માં ચંદ્રઘંટા પૂજાનો લાભ - માં ચંદ્રઘંટાની પૂજા નવરાત્રીની ત્રીજી તિથિએ કરવામાં આવે છે, આનાથી શૂક્ર ગ્રહ મજબૂત થાય છે અને આનાથી જોડાયેલા તમામ દોષો દુર થાય છે.
- માં કુષ્માન્ડા પૂજાનો લાભ - માં કુષ્માન્ડાની પૂજા કરવાથી સૂર્યના તમામ દોષોથી મુક્તિ મળી જાય છે.
- માં સ્કંદમાતા પૂજાનો લાભ - માં સ્કંદમાતાની પૂજા નવરાત્રીના 5માં દિવસે કરવામા આવે છે. આનાથી કુંડલીમાં બુધ ગ્રહ સંબંધિત દોષોથી મુક્તિ મળી જાય છે.
- માં કાત્યાયની પૂજાનો લાભ - માં કાત્યાયનીની પૂજાથી ગુરુ મજબૂત સ્થિતિમાં હોય છે અને ગુરુ દોષ દુર થાય છે.
- માં કાલરાત્રિ પૂજાનો લાભ - નવરાત્રીના 7માં દિવસે માં કાલરાત્રિની આરાધના કરવામા આવે છે, આની પૂજાથી શનિ સાથે જાડોયેલા તમામ દોષો દુર થાય છે.
- માં મહાગૌરી પૂજાનો લાભ - માં મહાગૌરીની પૂજા મહાષ્ટમી તિથિએ કરવામાં આવે છે. આની પૂજાથી રાહુ સંબંધિત દોષોનો નાશ થાય છે. આની પૂજાથી ભક્તોને અભય, રૂપ તથા સૌદર્યનું વરદાન મળે છે. જીવનને સુખ સમૃદ્ધિ તથા આરોગ્યતાની પ્રાપ્તિ થાય છે.
- માં સિદ્ધિદાત્રી પૂજાનો લાભ - માં સિદ્ધિદાત્રીની પૂજા નવમા દિવસે કરવામાં આવે છે. આનાથી કેતુ સંબંધિત દોષોથી મુક્તિ મળે છે. માં સિદ્ધિદાત્રીની અર્ચના તથા પૂજાથી ભક્તોના તમામ કાર્યો સિદ્ધિ થાય છે. કષ્ટ, દુઃખ જતા રહે છે અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે. વિઘ્નો સમાપ્ત થાય છે તથા સુખ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે.