Navratri 2022 Ashtami Puja Date and Time: હિન્દુ પંચાગ અનુસાર શારદીય નવરાત્રીની અષ્ટમી 3 ઓક્ટોબર, 2022ના રોજ છે. તેને મહા અષ્ટમી અથવા દુર્ગાષ્ટમીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જગત જનની મા દુર્ગાની આઠમી શક્તિ મહાગૌરીની પૂજા થાય છે. દેવી મહાગૌરીના પૂજનથી પાપ કર્મથી છૂટકારો મળે છે.


નવરાત્રીમાં અષ્ટમી અને નવમી તિથિનું ખાસ મહત્વ હોય છે. ચાલુ વર્ષે મહાઅષ્ટમી પર ખૂબ શુભ યોગ બની રહ્યો છે. જેમાં દેવીની પૂજા કરવાની બમણું ફળ મળશે. આવો જાણીએ કેવી રીતે કરશો મહાગૌરીના પૂજા, મંત્ર, ભોગ. યોગ અને આઠમા દિવસનો શુભ રંગ


માતા મહાગૌરીનો મહિમા


વૃષભ પર સવાર માતા મહાગૌરીનો રંગ ખૂબ ગોરો છે, આ કારણે દેવીના આ સ્વરૂપને મહાગૌરી કહેવાય છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે દેવીએ કઠોપ તપથી ગૌર વર્ણ પ્રાપ્ત કર્યો હતો. મહાગૌરી કરૂણામયી, સ્નેહમયી, શાંત તથા મૃદુ સ્વભાવ વાળી છે. ચાર ભુજાવાળી દેવી મહાગૌરી ત્રિશૂળ અને ડમરું ધારણ કરે છે. બે ભુજા અભય અને વરદ મુદ્રામાં રહે છે. તેને ઐશ્વર્ય દાતા. શારીરિક માનસિક અને સાંસારિક તપનું હરણ કરનારી માનવામાં આવી છે.


નવરાત્રી અષ્ટમી 2022 મુહૂર્ત


નવરાત્રી મહા અષ્ટમી તિથિ શરૂ થશેઃ 2 ઓક્ટોબર, 2022 સાંજે 6.47 કલાકે


અષ્ટમી તિથિ સમાપ્ત થશેઃ 3 ઓક્ટોબર, સાંજે 4.37 કલાકે


પૂજા મુહુર્ત



  • બ્રહ્મ મુહૂર્તઃ સવારે 4.43 થી 5.40 કલાક સુધી

  • અભિજીત મુહૂર્તઃ સવારે 11.52 થી બપોરે 12.39 કલાક સુધી

  • ગોધૂલિ મુહૂર્તઃ સાંજે 5.59 થી સાંજે 6.23 કલાક સુધી

  • અમૃત કાળઃ સાંજે 7.54 થી રાત્રે 9.25 સુધી




માતા મહાગૌરી પૂજા


મહા અષ્ટમી પર ઘીનો દીવો કરી દેવી મહાગૌરીનું આહવાન કરો. માતાને રોલી, મોલી, ચોખા, મોગરો, પુષ્પ અર્પણ કરો. આ દિવસે દેવીને લાલા ચુંદડીમાં સિક્કા અને પતાશા રાખીને જરૂર ચઢાવો. તેનાથી માતા મહાગૌરી પ્રસન્ન થાય છે. નારિયેળમાંથી બનેલી મીઠાઈને ભોગ લગાવો. મંત્રોનો જાપ કરો અને અંતે મહાગૌરીની આરતી કરો. અનેક લોકો અષ્ટમી પર કન્યા પૂજન અને હવન કરી વ્રતના પારણા કરે છે. મહા અષ્ટમી પર દેવી દુર્ગાની પૂજા સંધિ કાળમાં ખૂબ લાભકારી માનવામાં આવી છે.


માતા મહાગૌરીને પ્રિય ભોગ-ફૂલ


માતા મહાગૌરીને નારિયેળનો ભોગ ખૂબ પ્રિય છે. દેવીનું પ્રિય ફૂલ મોગરો માનવામાં આવે છે. માન્યતા છે કે આ બે ચીજો દેવીને અર્પિત કરવાથી વૈવાહિક જીવનમાં મીઠાશ આવે છે.


આઠમા દિવસનો શુભ રંગ


નવરાત્રીના આઠમા દિવસે મહા અષ્ટમી પર માતા ગૌરીની પૂજામાં શ્વેત કે જાંબુડી રંગ શુભ માનવામાં આવ્યો છે.


માતા મહાગૌરી મંત્ર



  • બીજ મંત્રઃ श्री क्लीं ह्रीं वरदायै नम:

  • પ્રાર્થના મંત્રઃ श्वेत वृषे समारूढ़ा श्वेताम्बरधरा शुचि:। महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा॥




અષ્ટમી પર બીજ મંત્ર જાપની વિધિ


અષ્ટમીના દિવસે તુલસી કે લાલ ચંદનની માળાથી માતા મહાગૌરીના બીજ મંત્રના 1100 જાપ કરવા શ્રેષ્ઠ હોય છે. માન્યતા છે કે તેનાથી સમસ્ત સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.