Shardiya Navratri 2nd Day 2023 Puja: આજે નવરાત્રિનો બીજો દિવસ છે. આજે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માતા બ્રહ્મચારિણી મા દુર્ગાની બીજી શક્તિ છે. માતા બ્રહ્મચારિણીની પૂજા શારદીય નવરાત્રિના બીજા દિવસે 16 ઓક્ટોબર 2023ના રોજ કરવામાં આવશે. બ્રહ્મચારિણી માતાની ઉપાસના કરવાથી ભક્તોને અનેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે જેમ કે તપ, ત્યાગ, અને વૈરાદ્ય સદાચારમાં વૃદ્ધિ થાય છે.


એવું માનવામાં આવે છે કે મા દુર્ગાની પૂજા કરવાથી નવ ગ્રહો શાંત થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં માતા બ્રહ્મચારિણીનો સંબંધ ચંદ્ર સાથે છે. તેની પૂજા કરવાથી ચંદ્ર દોષ દૂર થાય છે. જાણો શારદીય નવરાત્રીના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરવાનો શુભ સમય, વિધિ, મંત્ર અને કથા.


મા બ્રહ્મચારિણી પૂજાના મુહૂર્તની વાત કરીએ તો 16મી ઓક્ટોબર 2023ના અમૃત મુહૂર્ત સવારે 06:22 – 07:48 કલાક સુધી, શ્રેષ્ઠ સમય સવારે 9.14 કલાકથી 10.40 કલાક સુધી અને સાંજના પૂજા કરવી હોય તો સાંજે 04:25 કલાકથી 5.51 કલાક સુધી પૂજા કરી શકાય છે.


મા બ્રહ્મચારિણીની પૂજાવિધિ


શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ અવતારમાં માતા મહાન સતી હતા. મહર્ષિ નારદના કહેવા પર તેમણે ભગવાન મહાદેવને તેમના પતિ તરીકે મેળવવા માટે તેમના જીવનમાં કઠોર તપસ્યા કરી. આ દિવસે તેમના અવિવાહિત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના બીજા દિવસે દેવી બ્રહ્મચારિણીની પૂજા કરતી વખતે સફેદ અને લાલ રંગના મિશ્રણવાળા કપડાં પહેરો. માતાને સફેદ કમળ અર્પણ કરો. માતાની કથા વાંચો અને અંતે આરતી કરો. માતા બ્રહ્મચારિણીનો પ્રિય પ્રસાદ ખાંડ અને પંચામૃત છે.


મા બ્રહ્મચારિણીના મંત્રો


ह्रीं श्री अम्बिकायै नम:।


या देवी सर्वभूतेषु मां ब्रह्मचारिणी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।


दधाना कपाभ्यामक्षमालाकमण्डलू। देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा।


મા બ્રહ્મચારિણીની કથા


માતા બ્રહ્મચારિણીને ભગવતી દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માતા બ્રહ્મચારિણીનો જન્મ તેમના પૂર્વજન્મમાં રાજા હિમાલયના ઘરે મૈનાના ગર્ભથી થયો હતો. દેવર્ષિ નારદના કહેવાથી માતા બ્રહ્મચારિણીએ વનમાં જઈને શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે માત્ર ફળ ખાઈને હજારો વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. ફરીથી ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બ્રહ્મચારિણી માતાએ હજારો વર્ષો સુધી ઝાડ પરથી પડેલા સૂકા પાંદડા ખાઈને કઠોર તપસ્યા કરી. તેમની પૂજા કરવાથી તપ, જ્ઞાન અને સ્મરણ શક્તિમાં વધારો થાય છે.



Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.