Shardiya Navratri 2024 Day 8 Maa Mahagauri Puja: નવરાત્રિના આઠમા દિવસે મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. દેવી શ્વેત વર્ણવાળી છે અને તેમનું વાહન વૃષભ છે. શ્વેત વર્ણવાળી હોવાના કારણે તેમનું નામ મહાગૌરી છે. નારદની સલાહ પર તેમણે ભગવાન મહાદેવ સાથે લગ્ન કરવાનો સંકલ્પ લીધો હતો. આ માટે તેમણે કઠોર તપસ્યા કરી હતી.
મા મહાગૌરીનું સ્વરૂપ કેવું છે (Maa Mahagauri Swaroop)
આ કઠોર તપના કારણે તેમનું શરીર કાળું પડી ગયું હતું. તેમની કઠોર તપસ્યાથી મહાદેવ પ્રસન્ન થયા અને તેમની પ્રાર્થના સ્વીકારી. જ્યારે તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન મહાદેવ તેમને વરદાન આપવા આવ્યા ત્યારે તેમણે પાર્વતીજીને ગંગાજળથી ધોયા તો તેઓ ફરીથી ગૌર અર્થાત્ ગોરા રંગવાળા બની ગયા. તુલસીદાસજીએ પોતાની રચનમાં પાર્વતીની તપસ્યાનો ઉલ્લેખ કર્યો છે. તેમના ગોરા રંગની સરખામણી શંખ અને ચંદ્ર સાથે કરવામાં આવે છે.
કિશોરી અવસ્થામાં માતા સફેદ વસ્ત્રો ધારણ કરતા હતા. તેમની ચાર ભૂજાઓ છે. જમણી બાજુ ઉપરનો હાથ અભય મુદ્રામાં છે અને નીચેના હાથમાં ત્રિશૂળ છે. ઉપરની તરફ ડાબા હાથમાં ડમરુ છે અને નીચેનો હાથ અભય મુદ્રામાં છે. તેમનું વાહન વૃષભ છે.
મહાગૌરી પૂજા મંત્ર (Maa Mahagauri puja mantra)
श्वेते वृषे समरूढा श्वेताम्बराधरा शुचिः।।
महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा।।
મહાગૌરીની પૂજાના ફાયદા (Maa Mahagauri Puja Benefits)
મહાગૌરીની પૂજા ખૂબ જ ફળદાયી છે. તેમની પૂજા કરવાથી તમામ પાપનો નાશ થાય છે. અનેક જન્મોના સંચિત પાપ પણ દૂર થાય છે. આ સાથે આવનારા પાપોનો અગાઉથી નાશ થવાની સંભાવના રહે છે. અક્ષય પુણ્યોનો ઉદય થાય છે. મનથી કરવામાં આવેલી પૂજાથી દેવી અપાર ફળ આપે છે.
દેવી પુરાણ અનુસાર આ દિવસે 8 કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે. સ્ત્રીઓ આજે જાંબલી રંગના કપડાં પહેરે છે. ઘણા લોકો આ દિવસે હવન અને કન્યા પૂજા કરે છે.
નોંધ- ઉપર જણાવવામાં આવેલા વિચારો લેખકના અંગત વિચારો છે. એ જરૂરી નથી કે એબીપી ન્યૂઝ ગ્રુપ આ સાથે સહમત હોય. આ લેખ સંબંધિત તમામ દાવાઓ અથવા વાંધાઓ માટે ફક્ત લેખક જ જવાબદાર છે.
Diwali 2024 Shopping: દિવાળી પર કાર-બાઈક ખરીદવાનું શુભ મુહૂર્ત અત્યારથી જ નોંધી લો