Navratri 2024: શારદીય  નવરાત્રિ 3 ઓક્ટોબર,  2024ને ગુરુવારથી શરૂ થશે અને આ  નવરાત્રિના નવ નોરતાં 12 ઓક્ટોબર 2024 શનિવારના રોજ પૂરા થશે. આ તહેવારના 9 દિવસ મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોને સમર્પિત છે. નવરાત્રિ ગુજરાતીઓના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. ભક્તિ અને આનંદની આ નવ રાત્રિઓમાં ગુજરાતભરના શહેરો ગરબા નાઇટ્સનું આયોજન થાય છે. જાણો ગુજરાતના મુખ્ય શહેરોમાં આયોજીત થતા ગરબા નાઇટ્સના કાર્યક્રમોની જાણકારી



  1. વડોદરા


વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ


રાજ્યના સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી મોટા ગરબા ઈવેન્ટ્સમાંની એક વડોદરામાં વડોદરા વાઈબ્રન્ટ નવરાત્રિમાં દર વર્ષે મોટી સંખ્યામાં ભીડ એકઠી થાય છે. તેના વાઇબ્રન્ટ વાતાવરણ, ઇલેક્ટ્રિક પર્ફોર્મન્સ માટે જાણીતું છે. અહી વડોદરાવાસીઓ જ નહી પરંતુ ગુજરાતભરમાંથી લોકો ગરબા રમવા પહોંચે છે. અહી એન્ટ્રી માટે ટિકિટની અંદાજીત કિંમત 450 રૂપિયાથી શરૂ થાય છે.



  1. અમદાવાદ


મિર્ચી રોક એન ઢોલ


ગરબા નાઇટ્સ મિર્ચી રોક એન ઢોલ પણ ગરબાના શોખીનોમાં લોકપ્રિય છે. અહીં બોલિવૂડના બીટ્સ સાથે પરંપરાગત ગરબા અને દાંડિયા ધૂનનું મિશ્રણ હોય છે. અહી યુવાઓ માટે ગરબા એન્જોય કરવા માટે સારુ વાતાવરણ મળી રહે છે


સ્થળ - અમન આકાશ પાર્ટી પ્લોટ


વિશેષ આકર્ષણ – સેલિબ્રિટીની હાજરી, ડીજે અને લાઇવ મ્યૂઝિક.


અંદાજીત કિંમત –299 રૂપિયાથી શરૂ


નવશક્તિ નવરાત્રિ ગરબા


નવશક્તિ નવરાત્રિ એક અનોખો ખ્યાલ છે જ્યાં દરેક વ્યવસ્થા સ્વયંસેવકો તરફથી કરવામાં આવે છે.  નવશક્તિનો મૂળ ખ્યાલ આપણા વડવાઓ અને ગુરુઓએ ઘણા સમય પહેલા સૂચવ્યા મુજબ સમૂહ ઉર્જાનો લાભ મેળવવાનો છે. નવશક્તિમાં તેઓ લોકો પાસેથી એક પૈસો પણ વસૂલતા નથી.


બધા સ્વયંસેવકો સાથે મળીને પ્રસાદ-ખીચડી તૈયાર કરે છે અને પ્રસાદ પીરસવામાં એકંદર મેદાનનું સંચાલન કરવા અને અન્ય બાબતોમાં પણ તેમની શક્તિનું યોગદાન આપે છે. બધા સ્વયંસેવકો નવરાત્રિના થોડા દિવસો પહેલા મળે છે અને પ્રાચીન શાસ્ત્રોને સમજવાનો પ્રયાસ કરે છે.



  1. સુરત


G9 ગરબા રાત્રિ


G-9 ગરબા રાત્રિ એ સુરતમાં એક વિશાળ ઇવેન્ટ છે, જે હજારો ગરબા ઉત્સાહીઓને આકર્ષે છે. વિશાળ મેદાન માટે જાણીતું G-9 શહેરમાં શ્રેષ્ઠ દાંડિયા અને ગરબાનો અનુભવ આપે છે.


સ્થળ - જી-9 એસી ડોમ, સુરત


વિશેષ આકર્ષણ - થીમ આધારિત ગરબા નાઇટ્સ, પરંપરાગત ડ્રેસ કોડ અને લાઇવ ઓર્કેસ્ટ્રા.


અંદાજીત કિંમત - અંદાજીત 600 રૂપિયાથી શરૂ



  1. રાજકોટ


એમજીએમ સાંસ્કૃતિક નવરાત્રિ


રાજકોટમાં સૌથી વધુ લોકપ્રિય ગરબા ઈવેન્ટ્સમાંની એક MGM સાંસ્કૃતિક નવરાત્રિ તેની ભવ્યતા અને પરંપરાગત ઉત્સાહ માટે જાણીતી છે. તે રાજકોટની શ્રેષ્ઠ ગરબા પરંપરાને એકસાથે લાવે છે, જે તમામ ઉંમરના લોકોની ભીડને આકર્ષે છે.


સ્થળ - સીઝન્સ હોટેલ, રાજકોટ


વિશેષ આકર્ષણ - થીમ આધારિત ગરબા નાઇટ્સ, લાઇવ મ્યુઝિકલ પરફોર્મન્સ અને પરંપરાગત ગરબા


અંદાજીત કિંમત – અંદાજીત 700 રૂપિયાથી શરૂ


નીલ સિટી ક્લબ દાંડિયા નાઇટ


નીલની સિટી ક્લબ દાંડિયા નાઇટ છેલ્લા 16 વર્ષથી આયોજીત થઇ રહ્યો છે.  


સ્થાન - Radius Lawns, નવો 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ


વિશેષ આકર્ષણ - થીમ આધારિત ગરબા નાઇટ્સ, લાઇવ મ્યુઝિકલ પરફોર્મન્સ અને પરંપરાગત ગરબાનું વાતાવરણ


કિંમત - તમે પસંદ કરેલ પાસના પ્રકાર પર આધાર રાખે છે. જેમાં જનરલ, એક્સપ્રેસ અને સિગ્નેચર કેટેગરીમાં ઉપલબ્ધ છે.



  1. ગાંધીનગર


ગિફ્ટ સિટી દાંડિયા નાઇટ્સ


નવા વિકસિત ગિફ્ટ સિટીમાં આધુનિક સુવિધાઓ અને વિશ્વ-કક્ષાની વ્યવસ્થાઓ દર્શાવતી ભવ્ય નવરાત્રી ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. આધુનિક આર્કિટેક્ચર અને પરંપરાગત ગરબાનું મિશ્રણ આને ઉજવણી માટે એક અનોખું સ્થળ બનાવે છે.


સ્થાન: ગિફ્ટ સિટી, ગાંધીનગર


વિશેષ આકર્ષણ: થીમ આધારિત સજાવટ, આધુનિક સાઉન્ડ સિસ્ટમ્સ.


અંદાજીત કિંમત – અંદાજીત 399 રૂપિયાથી શરૂ થાય છે.