Navratri Culture: ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ખુબ જ ઉત્સાહ સાથે મનાવામાં આવે છે. નવરાત્રીના ગરબા સમગ્ર દેશ અને દુનિયામાં ગુજરાતી સંસ્કૃતિની ઓળખ છે. નવરાત્રીના 9 દિવસ સુધી ગરબા કરીને આદ્યશક્તિ માં અંબેની આરાધના કરવામાં આવે છે. આ સાથે ઘણા લોકો નવરાત્રી દરમિયાન ઉપવાસ પણ કરતા હોય છે. નવરાત્રીમાં ઉપવાસ કરવાનું અનેરું મહત્વ પણ છે. તો ચાલો આજે તમને જણાવીએ કે, નવરાત્રી દરમિયાન ગરબાની સાથે-સાથે માતાજીની આરાધના માટે કેવાં કાર્યો કરવાં જોઈએ.


નવ દિવસ વ્રત રાખવુંઃ
વિજ્ઞાન પણ માને છે કે માણસ જો ઉપવાસ રાખે તો આ કાર્યથી શરીરનું પાચનતંત્ર મજબુત બને છે અને શરીર સ્વસ્થ થાય છે. તો નવરાત્રીમાં ભક્તિની નજરે પણ ઉપવાસ ખૂબ મહ્ત્વપૂર્ણ છે. ઉપવાસ કરવાથી માતાજીની ઉપાસના પણ કરવામાં આવતી હોય છે. 


માતાજીનો અખંડ દીવો રાખવોઃ
દરેક ઉપાસકે તેમના ઘરના મંદિરમાં નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતાજીનો અખંડ દીવો બાળવો જોઈએ. અખંડ જ્યોત દ્વારા આપણે માતાજીની ઉપાસના અને આરાધના પ્રત્યે સતર્ક રહી શકીએ છીએ.


9 દિવસ મંદિરમાં જવું
નોરતાના નવ દિવસ દરમિયાન માતાજીની પુજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે આ 9 દિવસ રોજ માતાજીના મંદિરમાં જઈને, માતાજીના દર્શન કરીને ધ્યાન કરવું જોઈએ અને આપણા પરિવારની ખુશી માટે પ્રાર્થના કરવી જોઈએ.
 
માતાજીને જળ ચઢાવવું
હિન્દુ સંસ્કૃતિમાં સુર્યને જળ ચઢાવાનો મહિમા છે. ત્યારે નવરાત્રી દરમિયાન દરરોજ સાફ જળ માતાજીને અર્પણ કરવામાં આવે તો આ કાર્યથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે. 
 
માતાજીના ખાસ શ્રૃંગાર કરવા 
નવરાત્રમાં નવ દિવસ સુધી દેવી માતાજીનો ખાસ શ્રૃંગાર કરવો જોઈએ. શ્રૃંગારમાં માતાના વસ્ત્ર, ફૂલોની માળા, હાર અને નવા વસ્ત્રોથી માતાજીના શ્રૃંગાર કરાય છે. શ્રૃંગાર વડે પણ માતાજીની ઉપાસના કરવામાં આવે છે.
 
આઠમના દિવસે હોમ-હવન કરવો
નવરાત્રીના 9 દિવસમાં આઠમને મહઅષ્ટમી તરીકે ખાસ દિવસ ગણવામાં આવે છે. આ દિવસે બધા શક્તિ મંદિરોમાં હવન થાય છે ત્યારે માતાજીના આઠમના દિવસે માતાજીની ખાસ પૂજાના આયોજન કરવું શુભ ગણાય છે. 


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.