Shani Jayanti 2022: શનિ જયંતીના દિવસે જરૂર કરો આ કામ, ન્યાયના દેવતાની વિશેષ કૃપાથી આવશે સુખ-સમૃદ્ધિ

આ દિવસે ન્યાયના દેવતા, ભગવાન શનિ દેવની પૂજા કરવાથી તેમની કુદ્રષ્ટિથી બચી શકાય છે. શનિદેવ મનુષ્યને તેના કર્મોના આધારે ફળ આપે છે.

Continues below advertisement

Shani Jayanti  2022: દર વર્ષે વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની અમાસને શનિ જયંતિ  તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 30 મે, સોમવારે શનિ જયંતિ આવે છે. આ દિવસે ન્યાયના દેવતા, ભગવાન શનિ દેવની પૂજા કરવાથી તેમની કુદ્રષ્ટિથી બચી શકાય છે.  શનિદેવ મનુષ્યને તેના કર્મોના આધારે ફળ આપે છે. શનિની ચાલ તમામ ગ્રહોમાં સૌથી ધીમી છે. એટલા માટે તેઓ ઓછામાં ઓછા અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે. તે સમયને શનિ ઢૈયા કહેવામાં આવે છે અને ક્યારેક તેઓ સાડા સાત વર્ષ સુધી એક રાશિમાં રહે છે. તેને શનિ કી સાડાસાતી તરીકે ઓળખવામાં આવે છે.

Continues below advertisement

શનિ જયંતિ 2022 પર કરો આ ઉપાયો

  • શનિ ઢૈયા અને શનિ કી સાડાસાતીનો પ્રકોપ ખૂબ અશુભ છે અને માણસના જીવનમાં ઉથલ-પાથલ થાય છે.  શનિદેવના પ્રકોપથી બચવા માટે કેટલાક સરળ ઉપાય અપનાવવા જોઈએ.
  • શનિવારે સવારે સ્નાન કરી તાંબાના લોટામાં પાણી લો. માટીના દીવામાં સરસવનું તેલ લઈ લો અને કાળ તલને લઈ શનિદેવના મંદિરમાં દીવો કરીને કાળા તલ અર્પણ કરો અને જળ ચઢાવો.
  • શનિદેવને કાળો રંગ ખૂબ જ પસંદ છે.  તેથી આ દિવસે કાળા વસ્ત્રો પહેરો. અને કાળી વસ્તુઓનું દાન કરો.
  • શનિદેવના મંત્રનો જાપ કરવાથી શનિની અશુભ દૃષ્ટિથી પણ બચી શકાય છે. ભગવાન ભોલેનાથ અને બજરંગબલીની પણ પૂજા કરવી જોઈએ.
  • શનિની સાડા સાતી અને ઢૈયાના પ્રકોપથી બચવા માટે શનિદેવના મંદિરમાં શનિવારે માથું ટેકવવું જોઈએ અને પોતાના પાપ માફ કરવા માટે શનિદેવ મહારાજને પ્રાર્થના કરવી જોઈએ.
  • શનિના પ્રકોપથી બચવા માટે શમીના છોડના મૂળને કાળા કપડામાં બાંધીને હાથ પર બાંધી દો.
  • શનિ દોષથી મુક્તિ મેળવવા માટે તમે શનિ મંત્રોનો ઉપયોગ કરીને ધાતુઓમાં નીલમ પણ પહેરી શકો છો.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Continues below advertisement
Sponsored Links by Taboola