PM મોદીનો બનારસને લઈને સૌથી મોટો સંકલ્પને આજે  પૂર્ણ કરવા જઇ રહ્યાં છે. , આજે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે,  જો કે તેમણે યાત્રાની શરૂઆત કાળભૈરવ મંદિરથી કરી છે. શા માટે તેમણે સૌ પ્રથમ આ મંદિરના દર્શન કર્યાં જાણીએ.


કાશીમાં બાબા વિશ્વનાથના દરબારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધેલો સંકલ્પ આજે પૂરો થઈ રહ્યો છે. આજે, પીએમ મોદી કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરવા ઉત્તર પ્રદેશના શહેર અને તેમના સંસદીય ક્ષેત્ર બનારસ (વારાણસી) પહોંચયાં બાદ તેમણે સૌથી પહેલા કાળ ભૈરવના દર્શના કર્યાં. પીએમ મોદીએ આ મંદિરના દર્શન સૌ પ્રથમ કેમ કર્યાં?  શું છે. આ મંદિરનું મહત્વ જાણીએ..




કાશીમાં કેવી રીતે બાબા બન્યા દ્રારપાળ


બાબા ભૈરવનાથને કાશીના દ્રારપાણ રક્ષક માનવામાં આવે છે. માન્યતા છે કે, આ શિવની નગરી કાશીમાં બાબા ભૈરવનાથની મરજી ચાલે છે. તે સમગ્ર નગરની વ્યવસ્થા સંભાળે છે. કાશીમાં બાબા ભૈરવનાથ કેમ દ્રારપાળ કે રક્ષકની ભૂમિકામાં પૂજાય છે. આપ જાણો છો. તેની પાછળ એક રોચક ગાથા છે. શિવ નગરીના રાજા છે અને કાળ ભૈરવ દ્રારપાળ છે. જેથી સૌ પ્રથમ કાળ ભૈરવના દર્શન કરવામા આવે છે.




શું છે પૌરાણિક કહાણી


એક વખત એક બ્રાહ્મણ અને વિષ્ણુજી વચ્ચે દલીલ થઇ ગઇ કે, બંને માંથી મોટું કોણ, આ સમયે બ્રહ્માજીએ તેના પાંચમા મુખથી શિવની આલોચના કરી દીધી. તેનાથી શિવ ક્રોધિત થયા. તેના ક્રોધથી કાળ ભૈરવનો જન્મ થયો. તેથી જ કાળ ભૈરવ શિવનો અંશ કહેવાય છે. બાદ બ્રહ્માજીના મુખને ગુસ્સામાં તેના નખથી કાપી નાખ્યું. હવે તેના હાથથી બ્રહ્માજીનું મુખ અલગ ન હતું થતું. આ સમયે શિવજી પ્રગટ થયા અને કાળ ભૈરવને કહ્યું કે, તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે,જેથી આ શિર તારા હાથથી અલગ નથી થતું. આ પાપથી મુક્ત થવા તેને પૃથ્વી પર યાત્રા કરવાનો આદેશ આપ્યો, કાળભૈરવે યાત્રા કરી અને કાશીમાં પ્રવેશતાં જ તેને આ પાપથી મુક્તિ મળી,. કાશીના રાજા શિવ કહેવાય છે અને તેનો જ અંશ કાળ ભૈરવ દ્રારપાળની ભૂમિકા ફરજ અદા કરે છે અને નગરની રક્ષાની જવાબદારી સંભાળે છે.