Pramukh Swami Shatabdi Mahotsav, Ahmedabad:  સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેને લઈ ભારત અને ગુજરાત સરકાર સતર્ક થઈ છે. અમદાવાદમાં હાલ પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યા છે.  મહોત્સવમાં આવનારા મુલાકાતીઓને બીએપીએસ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનનો અમલ કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ ગાઇડલાઇનનો આજથી અમલ શરૂ થઈ ગયો છે.


પ્રમુખ સ્વામી નગરની અંદર માઇક દ્વારા સેવકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ રાખવા અપીલ કરી રહ્યા છે. નગરમાં દર્શનનો લાભ લેવા આવતાં હરિભક્તોને માસ્ક પહેરવાની સતત અપીલ કરવામાં આવી રહી છે.


શું છે ગાઈડલાઈનમાં


ગાઇડલાઇનમાં માસ્ક, સોશિયલ ડીસ્ટન્સ, તેમજ શરદી ઉધરસ ધરાવતા લોકોને મુલાકાત ટાળવા માટે પણ સૂચન કરાયું છે. તમામ સ્વયંસેવકો ઉપરાંત, મુલાકાતીઓને ફરજિયાત માસ્ક પહેરવા માટે સુચના આપી છે.જો  મુલાકાતીઓએ માસ્ક નહી પહેર્યું હોય તો પ્રવેશ આપવામાં નહી આવે તે પણ ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે, મુલાકાત દરમિયાન હાથ મેળવવાને બદલે નમસ્કારની મુદ્રા ઉપયોગ કરવા કહેવાયું છે. તાવ, શરદી અને ઉધરસ હોય તેવા મુલાકાતીઆને નગરની મુલાકાત ટાળવા માટે કહેવામાં આવ્યું છે.



2022/12/26/d4d51e8c49c2814b691be270ab21e644167203748857176_original.jpg" />


હાઈટેક રસોડું, એક કલાકમાં બને છે 2000 રોટલી, ભાખરી અને સ્ટફ પરોઠા


પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં લાખોની સંખ્યામાં હરિભક્તો પ્રમુખસ્વામી નગર નિહાળવા માટે આવતા હોય છે ત્યારે હરિભક્તો માટે પ્રસાદમ નું માઇક્રો મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. 60 સંતો 8000 જેટલા સ્વયંસેવકો દ્વારા આખા રસોડા નું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ એક મહિનાનું મેનુ મહંત સ્વામી અને સંતો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેમાં જાત જાતના અને ભાત ભાતના ભોજન નો રસ થાળ હરિભક્તોને પીરસવામાં આવે છે. રસોડું એકદમ હાઇટેક બનાવવામાં આવ્યું છે. માત્ર એક કલાકની અંદર 2000 રોટલી, ભાખરી, સ્ટફ પરોઠા તૈયાર કરવામાં આવે છે. જેમાં તમામમાં મશીનનો ઉપયોગ થાય છે. સતત 13 કલાક સુધી આ રસોડું ધમધમે છે. અહીં ફરસાણમાં ડાકોર જેવા ગોટા એક કલાકમાં 60 kg ગોટા તૈયાર થાય તે રીતનું મશીન વપરાય છે. આ આખું રસોડું પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથીતૈયાર કરવામાં આવ્યું છે.  


અમદાવાદના ઓગણજમાં ચાલી રહેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું 15 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યુ હતું. અત્યાર સુધીમાં લાખો લોકો આ મહોત્સવાની મુલાકાત લઈ ચુક્યા છે અને વિદેશમાં ઘણા લોકો તેમના નોકરી-ધંધા છોડીને સેવા આપવા આવ્યા છે.