Raksha Bandhan 2025 Live: આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે?

Raksha Bandhan 2025 Live: શ્રાવણ પૂર્ણિમા 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે. આ તહેવાર ભાઈ-બહેનના પવિત્ર બંધન અને અતૂટ પ્રેમનું પ્રતીક છે. આ દિવસનો શુભ યોગ, રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત અને ભદ્રાનો સમય જાણો.

gujarati.abplive.com Last Updated: 09 Aug 2025 02:10 PM

બ્રેકગ્રાઉન્ડ

Raksha Bandhan 2025 Shrawan Purnima Live: રક્ષાબંધન એ ભાઈ-બહેનના અતૂટ પ્રેમ, આદર, રક્ષણ અને પવિત્ર બંધનનો તહેવાર છે, જે દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેન...More

રક્ષાબંધનનું વિધિ વિધાન

ધાર્મિક માન્યતાઓ અનુસાર, રક્ષાબંધનના દિવસે ફક્ત બહેને જ ભાઈના ઘરે રાખડી બાંધવા જવું જોઈએ. આ નિયમ ખાસ કરીને પરિણીત બહેનો માટે મહત્વપૂર્ણ છે. જોકે વર્તમાન સમયમાં, કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં, ભાઈઓ પણ પોતાની બહેનના ઘરે રાખડી બાંધવા જાય છે, પરંતુ શાસ્ત્રો અનુસાર, આ યોગ્ય માનવામાં આવતું નથી. બહેને ભાઈના ઘરે રાખી બાંધવા કેમ જવું જોઈએ તે સંબંધિત એક પૌરાણિક વાર્તા નીચે આપેલ છે.