22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં ભગવાના શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. આ તારીખ અને મૂહર્તની અંદર બહુ મોટા રહસ્યો છુપાયેલા છે જો રામ મંદિરની સ્થાપના અંગે મુહર્ત ની વાત કરીએ તો આનાથી શ્રેષ્ઠ મુહૂર્ત કદાપી નીકળી ન શકે સત્ય જાણશો તો ચોંકી જશો.
અયોધ્યા ભગવાન શ્રીરામની જન્મભૂમિ રામાયણ અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ મહારાજ દશરથને ત્યાં અયોધ્યામાં થયો હતો. અયોધ્યામાં રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે શુભ મુહૂર્ત નક્કી કરેલ છે જેનું રહસ્ય અનોખું છે. આ અંગે વધુ માહિતી આપતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે હિન્દુઓની આસ્થા ભગવાન શ્રીરામમાં હજારો વર્ષોથી છે. અયોધ્યાનું આ સ્થળ ભારતમાં ખૂબ જ વિવાદિત રહ્યું છે. છેલ્લા 600 વર્ષથી આ રામ મંદિરનો વિવાદ ચાલતો હતો જેનો સુખદ અંત કોર્ટની દરમિયાનગીરીથી આવ્યો હતો.
હવે તે જ સ્થળે ભગવાન શ્રીરામના મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024 ના દિવસે રાખવામાં આવી છે. આ દિવસ તેનું અનોખું મહત્વ અને રહસ્ય ધરાવે છે. જો 22 જાન્યુઆરીના દિવસની પસંદગીના આ કારણને જાણશો તો આપ પણ ચોંકી જશો. કારણ વગર આ દિવસ આવ્યો નથી અને આ દિવસ આવ્યો છે તો પરિણામ પણ અનોખું મળવાનું છે. અહી જ્યોતિષશાસ્ત્ર તેમજ હિન્દુ ધર્મ શાસ્ત્ર વગેરેની મહાનતા જોવા મળે છે.
અંક શાસ્ત્ર પ્રમાણે વાત કરીએ 22 ,1, 2024 ની તો તેમાં અનોખું રહસ્ય છે
સૌથી પહેલા વાત કરીએ 22 તારીખની
જેમાં 2+2=4 ચારના અંકને રાહુલનો અંક કહેવામાં આવે છે રાહુ માયાજાળનું ગ્રહ છે અણધારી બાબતોનો ગ્રહ છે
જેમકે ભગવાન શ્રી રામ મંદિરનો વિવાદ અનિશ્ચિત અને અણધારી બાબત હતી
હવે વાત કરીએ 22 ,1,2024 જો સમગ્રનું ટોટલ મારીએ તો પણ 13 થાય
2+2+1+2+2+4= 13 એટલે 1+3=4 રાહુનો અંક
આમ 22 તારીખમાં પણ 4, રાહુનો અંક છે
સમગ્ર તારીખ મહિનો અને વર્ષનું ટોટલ મારીએ તો પણ અંક 4 છે જે રાહુનો છે
વાત અહીંયાથી સમાપ્ત થતી નથી અહીં શનિ ગ્રહનું પણ યોગદાન લેવાયેલું છે
22 તારીખનો 4 + 4 આખા વર્ષનું ટોટલ= 8
જેને શનિનો અંક કહેવામાં આવે છે
જેનું મહત્વ લેવું જરૂરી છે. જો ભારતમાં કોઈ પણ મહત્વ નું કાર્ય સરળતાથી સફળ બનાવવું હોય તો શનિનો સાથ લેવો અનિવાર્ય છે તો વિના કાર્ય પૂર્ણ થાય નહિ કેમ કે ભારત આઝાદ થયું 15,8 (ઓગષ્ટ)1947 તેમાં પણ શનિનો રોલ છે. કેમ કે 1+5+8+1+9+4+7= 35 તેથી 3+5= 8 જે શનિનો છે. જેથી ભારત શનિ પ્રધાન દેશ ગણાય છે અને આમ જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો આઝાદ ભારતની વૃષભ લગ્ન કુંડળીમાં શનિ ગ્રહને યોગી ગ્રહ ગણવામાં આવે છે. સૌથી શ્રેષ્ઠ અને શુભ ફળ આપતો ગ્રહ તેમજ રાજા ગણાય છે . આમ આ તારીખની અંદર પણ ભારતની સાથે ઋણાનું બંધન જોડાયેલું છે
બીજું 8નો અંક શનિનો છે જેનાથી બીજી એક વાત સ્થાપિત થાય છે કે આ તારીખે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા સ્થાપના થઈ રહી છે. તે હિન્દુઓના અતિ પ્રાચીન અને પૌરાણિક ભગવાન છે. જેની તમામ જૂની બાબતોનો ગ્રહ છે માટે તે પણ આ કાર્ય માટે ખૂબ સાનુકૂળ કહેવાય માટે આ તારીખનું બળ અને ઘણું વધી જાય છે. હવે સૌથી મહત્વની વાત અત્યારે હાલમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જેમને હાથે આ કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે. તેમનો પણ યોગ તેમના નંબર પણ સાથ આપવા જરૂરી છે. તેમનો જન્મ 17 સપ્ટેમ્બર ના રોજ થયો છે. 17 તારીખમાં 1+7= 8 જે પણ શનિનો છે જે આ તારીખ તેમને માટે અને રામ મંદિર પ્રતિષ્ ના કાર્ય માટે પણ શ્રેષ્ઠ રહી શકે છે એટલે આ તારીખ બહુ સમજી વિચારીને પસંદ થઈ હોય કે આવી હોય જે કંઈ પણ બન્યું હોય કે ભગવાન શ્રીરામની પ્રેરણાથી આ કાર્ય થઈ રહ્યું હોય કે આંકડાઓની માયાજાળ ગણો કે કંઈ પણ રહસ્યમય બાબત કે જે 600 વર્ષથી જેનો ઉકેલ નહોતો તે નિર્વિઘ્ને પૂર્ણ થાય શાંતિથી આનંદથી અને તે કાર્ય સંપન્ન થાય તે જ આ તારીખના મુહૂર્ત આંકડા અને અંકોની કમાલ છે.
ભૂતકાળમાં આ તારીખ ડિક્લેર થયા પહેલા જેની કલ્પના કોઈપણ ન કરી શકે તેવી જ શ્રી રામ મંદિરની બાબત એક પ્રમાણે માયાવી અને અતિ પ્રાચીન ગણી શકાય તેવી હતી જેનું સુખદ ઉકેલ આ તારીખે આવે અને કાર્ય સંપન્ન થાય જે શ્રેષ્ઠ ગણાય.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લો.