Ram Navami 2023 LIVE Update: અયોધ્યામાં રામ નવમીની ધૂમ, ગૂંજ્યા મંગળ ગીતો, કાશીમાં મુસ્લિમ મહિલાઓ ઉતારી આરતી
આજે ( 30 માર્ચ, 2023)ના રોજ રામ નવમીની ઉજવણી કરવામાં આવી રહી છે.જાણીએ રામ નવમી પર ભગવાન રામની પૂજા કરવાનો શુભ મૂહૂર્ત, સામગ્રી અને પૂજા વિધિ સહિત વિશેષ કાર્યક્રમના વિશેના અપડેટ્સ
gujarati.abplive.com Last Updated: 30 Mar 2023 02:15 PM
બ્રેકગ્રાઉન્ડ
Ram Navami 2023: ચૈત્ર નવરાત્રીના છેલ્લા દિવસે એટલે કે, આજે ( 30 માર્ચ, 2023)ના રોજ રામ નવમીની ઉજવણી કરવામાં આવી રહી છે.જાણીએ રામ નવમી પર ભગવાન રામની પૂજા કરવાનો શુભ મૂહૂર્ત,...More
Ram Navami 2023: ચૈત્ર નવરાત્રીના છેલ્લા દિવસે એટલે કે, આજે ( 30 માર્ચ, 2023)ના રોજ રામ નવમીની ઉજવણી કરવામાં આવી રહી છે.જાણીએ રામ નવમી પર ભગવાન રામની પૂજા કરવાનો શુભ મૂહૂર્ત, સામગ્રી અને પૂજા વિધિભગવાન વિષ્ણુએ માનવ સ્વરૂપમાં ભગવાન રામના રૂપમાં અવતાર લીધો હતો. વાલ્મીકિ રામાયણ અનુસાર, ભગવાન રામનો જન્મ બપોરે 12 વાગ્યે કર્ક રાશિમાં થયો હતો. આવી સ્થિતિમાં, અભિજિત મુહૂર્તમાં શ્રીરામની જન્મજયંતિની ઉજવણી કરવી શુભ છે. આ વર્ષે રામ નવમીનો તહેવાર ભક્તો માટે ખૂબ જ શુભ રહેવાનો છે, કારણ કે આ દિવસે કેદાર યોગ, બુધાદિત્ય યોગ, ગુરુ આદિત્ય અને ગુરુ પુષ્ય નક્ષત્રની રચના થઈ રહી છે. જેના કારણે શ્રી રામ, હનુમાનજી અને માતા સિદ્ધિદાત્રીની પૂજાનું બમણું ફળ મળશે. ચાલો જાણીએ રામ નવમી પર ભગવાન રામની પૂજા કરવાનો શુભ સમય, સામગ્રી અને પૂજા વિધિ.રામ નવમી શુભ મૂહૂર્ત (Ram Navami 2023 Muhurat)ચૈત્ર શુક્લ નવમી તિથિ 29 માર્ચ બુધવારે રાત્રે 09.07 વાગ્યાથી 30મી માર્ચે રાત્રે 11.30 વાગ્યા સુધી છે.રામ નવમી પૂજા વિધિ (Ram Navami Puja Vidhi)રામ નવમીના બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને સૂર્યદેવને તાંબા કળશથી અર્ઘ્ય ચઢાવો. આ પછી શ્રીરામ અને શ્રીરામચરિતમાનસની પૂજા કરો. ભગવાનને પીળા રંગના ફૂલ, કપડાં, ચંદન વગેરે પૂજા સામગ્રી અર્પણ કરો, ભોગમાં તુલસીના પાન મૂકીને પ્રસાદ ચઢાવો, ઘરની છત પર ધ્વજ લગાવો અને પછી ઘરમાં સુંદરકાંડનો પાઠ કરો. 'ઓમ શ્રી હ્રી ક્લીં રામચંદ્રાય શ્રી નમઃ' મંત્રનો 108 વાર જાપ કરો. નવરાત્રિ રામ નવમી પર સમાપ્ત થાય છે, તેથી આ દિવસે હવન કરવાનું ભૂલશો નહીં. પરિવાર સહિત તમામ દેવી-દેવતાઓ માટે હવન કુંડમાં બલિ ચઢાવો અને પછી અંતે આરતી કરો. એવી માન્યતા છે કે આ દિવસે જરૂરિયાતમંદોને ભોજન કરાવવાથી શ્રીરામની કૃપા વરસે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગોરખપુરમાં યોગી આદિત્યનાથે રામલલ્લાનું વિધિવત કર્યું પૂજન આરતી
રામનવમીના અવસરે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામલલ્લાના દર્શન કરીને પ્રભુનું વિધિવત પૂજન અર્ચન કરીને આરતી ઉતારી હતી.