Sunday Upay, Ravivar Astro Remedies: હિન્દુ ધર્મમાં સૂર્ય ભગવાનનું વિશેષ મહત્વ છે. તેમને જ્યોતિષમાં ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે કોઈ વિશેષ પૂજાની જરૂર નથી. જળનો એક લોટો અર્પણ કરવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે. કહેવાય છે કે સૂર્યોદય સમયે સ્નાન કર્યા બાદ ભક્તિભાવથી જળ અર્પણ કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.


ધાર્મિક માન્યતા છે કે જો કુંડળીમાં સૂર્ય મજબૂત સ્થિતિમાં હોય તો આવા વ્યક્તિને ધન, સન્માન અને સ્વાસ્થ્ય મળે છે. જ્યારે સૂર્ય કુંડળીમાં નબળો હોય છે, ત્યારે તેને આર્થિક તંગી સાથે અન્ય ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ પોતાની કુંડળીમાં સૂર્યને બળવાન બનાવવા માટે આ જ્યોતિષી ઉપાયો કરવા જોઈએ.


રવિવારે કરો આ સૂર્ય ઉપાય



  • હિંદુ શાસ્ત્રો અનુસાર રવિવારનો દિવસ સૂર્ય ભગવાનને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે રવિવારના દિવસે સૂર્યદેવને પૂરા ભક્તિભાવથી જળ ચઢાવવામાં આવે તો આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કુંડળીમાં સૂર્ય નબળો હોય તો રવિવારે માછલીને લોટ ખવડાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી કુંડળીમાં સૂર્ય બળવાન બને છે અને વ્યક્તિના જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.

  • જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે રવિવારે સ્નાન કર્યા પછી ઉગતા સૂર્યને જળ ચડાવવું જોઈએ અને તે પછી માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો ઘરમાં ધનની કમી નથી રહેતી.

  • રવિવારે નિયમિતપણે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો અને સૂર્યદેવને લાલ ફૂલ ચઢાવો. ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

  • નોકરી-ધંધામાં પ્રગતિ માટે રવિવારે ગોળ અને ચોખા મિક્સ કરીને વહેતા પાણીમાં પ્રવાહિત કરો.




રવિવારના મંત્રો વિશેષ લાભ આપે છે


રવિવારે કેટલાક મંત્રોના જાપ કરીને સૂર્ય ભગવાનને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે. રવિવારના દિવસે સૂર્યદેવને જળ અર્પણ કર્યા બાદ સૂર્ય ભગવાનના આ મંત્રોનો 108 વાર જાપ કરવો જોઈએ. સૂર્યના આ મંત્રોના જાપ કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ધ્યાનમાં રાખો કે આ મંત્રોનો પાઠ ખૂબ જ ચોક્કસ રીતે કરવો જોઈએ.


ભગવાન સૂર્યના મંત્ર



  1. ॐ घृ‍णिं सूर्य्य: आदित्य:

  2. ॐ ह्रीं ह्रीं सूर्याय सहस्रकिरणराय मनोवांछित फलम् देहि देहि स्वाहा

  3. ॐ ऐहि सूर्य सहस्त्रांशों तेजो राशे जगत्पते, अनुकंपयेमां भक्त्या, गृहाणार्घय दिवाकर:

  4. ॐ ह्रीं घृणिः सूर्य आदित्यः क्लीं ॐ

  5. ॐ ह्रीं ह्रीं सूर्याय नमः

  6. ॐ सूर्याय नम:

  7. ॐ घृणि सूर्याय नम:

  8. ॐ भास्कराय नमः

  9. ॐ अर्काय नमः

  10. ॐ सवित्रे नमः


Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.