Diwali recipe:દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ઘરની સાફ સફાઇ અને સજાવટ બાદ દિવાળી માટે સ્વાદિષ્ટ ડિશીઝ બનાવામાં આવે છે. તો મીઠાશ સાથે દિવાળી અને નવ વર્ષની શરૂઆત કરવા માટે ઘર પર કોકોનટ લાડુ કેવી રીતે તૈયાર કરશો જાણીએ..
નારિયેળ લાડૂ બનાવવા માટે સામગ્રી
- 2- કપ સૂકું નાળિયેર
- 3- ક્વાર્ટર કપ કન્ડેન્સ્ડ મિલ્ક
- 1- ચમચી લીલી એલચી પાવડર
- 2 -ચમચી ગુલાબજળ
- 2 -ચમચી ઘી
નારિયેળ લાડૂ બનાવવાની વિધિ
સૌથી પહેલા એક ખાલી બાઉલ લો, તેમાં ઇલાયચી પાવડર, ગુલાબજળ અને કન્ડેસ્ડ મિલ્ક નાખીને મિક્સ કરો. આ બધું મિક્સ કરીને સારી રીતે મિશ્રણ તૈયાર કરો. આપ હાથેથી મોદકને શેપ આપી શકો છો. જો ન ફાવતું હોય તો બજારમાં તેના બીબા પણ મળે છે તેનો ઉપયોગ કરીને શેપ આપી શકો છો.
સૂકા નારિયેળમાં ઘણા પોષક તત્વો હોય છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. તેમાં કોપર હોય છે. તે તમને મગજની કાર્યક્ષમતા વધારે છે. તે યાદશક્તિને તેજ કરવામાં મદદ કરે છે. તેમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરમાં લોહીની ઉણપને પૂર્ણ કરવાનું કામ કરે છે. તે એનિમિયાની સમસ્યા સામે રક્ષણ આપવાનું કામ કરે છે. તેમાં ડાયેટરી ફેટ હોય છે. તે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે હૃદય સંબંધિત સમસ્યાઓ સામે રક્ષણ આપવાનું કામ કરે છે. તેમાં સેલેનિયમ હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
બટર ચક્રી ચક્રી રેસિપી
Diwali Recipe:દિવાળીના શુભ અવસર પર બજારના તૈયાર નાસ્તો ખરીદવાને બદલે હવે ઘરે જ બનાવો આ સ્વાદિષ્ટ નાસ્તો. મહેમાનોને સર્વ કરવા માટે આ ફટાફટ બની જતા નાસ્તાને ટ્રાય કરી શકો છો. જાણીએ ઘર પર ઝટપટ બની જતાં નાસ્તાની રેસિપી
બટર ચક્રી માટેની સામગ્રી
- કપ ચોખાનો લોટ
- 1/4 કપ માખણ
- 5 ચમચી અડદની દાળ
- ચમચી જીરું
- ચમચી તલ
- થોડું દૂધ
- સ્વાદ મુજબ મીઠું
- તળવા માટે તેલ
બટર ચક્રી બનાવવાની રીત
અડદની દાળને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો. જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને પીસી લો. તેમાં હવે ચોખાના લોટને બાફી લો, બાફેલા લાોટમા માં માખણ,જીરૂ, નમક, દૂધ સ્વાદનુસાર નમક ઉમેરો, આ લોટને બાંધી લો. બાદ તેને ગ્રીસ કરેલી ચકલીના મોલ્ડમાં નાખીને ચકલી બનાવો. ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. સર્વ કરો ક્રિસ્પી બટર ચક્રી