Navratri Celebration: સમગ્ર ભારતમાં નવરાત્રીની ભક્તિ ભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રીને લઈને આબાલવૃદ્ધોમાં ઉત્સાહ જોવા મળે છે. સમયની સાછે નવરાત્રીની ઉજવણી કરવાની રીતો પણ બદલાઈ છે. શહેરમાં મોટા મોટા પાર્ટી પ્લોટમાં ઉજવણી કરવામાં આવે છે પરંતુ ગામડામાં હજુ પણ જુની પદ્ધતિ પ્રમાણે ગરબામાં લેવામાં આવે છે. ડીજેના આ જમાનામાં હજુ પણ ગામડામાં કલાકારો જાતે ગાય અને સંગીતના તાલે ખેલૈયાઓ ગરબે રમે છે.  નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે. નવરાત્રિને યોજવા અંગે સરકારે જાહેરાત પણ કરી દીધી છે અને આ વર્ષે જીએમડીસીમાં વાઈબ્રેન્ટ ગરબા પણ યોજાશે. આ વર્ષે ગરબા થવાના હોવાથી ખેલૈયાઓમાં ઉત્સાહ અનેરો છે.  આ ઉપરાંત  અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ચોટીલા સહિત નવ શક્તિપીઠો પર ગરબાનું આયોજન કરવામાં આવશે.


કચ્છમાં પણ અનોખી રીતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે ચે. છેલ્લા અનેક વર્ષોથી મોટા પાયે આયોજિત કરવામાં આવતી કોમર્શિયલ નવરાત્રી મહોત્સવ ધૂમ મચાવી રહી હતી. જેમા નામી ગાયકો હાજરી આપતા હોય છે. બે વર્ષ પહેલા કોરોના કાબૂ બહાર હોતાં મોટા સાર્વજનિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યું હતું જ્યારે કે ગત વર્ષે કોમર્શિયલ નવરાત્રી પર પ્રતિબંધ લગાવી શેરીઓમાં યોજાતા ગરબા માટે અનુમતિ આપી હતી. ત્યારે આ વર્ષે કોઈ પ્રતિબંધ ન હોવા છતાંય મોટા ભાગના આયોજકોએ આ નવરાત્રિમાં આયોજન રદ્દ રાખ્યા છે. ભુજમાં યોજાતી રોટરી નવરાત્રી મહોત્સવ અને ડ્રીમ્સ નવરાત્રી આ વર્ષે રદ્દ રાખવામાં આવી છે. જો કે, ટાઇમસ્ક્વેર ગ્રુપ દ્વારા ધ વિલા ખાતે યોજાતી નવરાત્રી મહોત્સવ આ વર્ષે પણ યોજવામાં આવશે.


જો કે વચ્ચે કોરોનાને કારણે બે વર્ષ નવરાત્રી બંધ રહ્યા બાદ આ વર્ષે ફરી શરૂ કરવામાં આવશે. ભુજની વિવિધ શેરીઓમાં વર્ષોથી ગરબાનું આયોજન અવિરત ચાલુ રહેશે. વોકળા ફળિયા અને ગેરવાળી વંડી જેવી શેરીઓમાં વર્ષો જૂની ગરબાની પરંપરા આજે પણ જોવા મળે છે. તો શહેરના નાગર ચકલામાં સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ અને કુમારિકાઓ માટે યોજાતો નવરાત્રી મહોત્સવ પણ આ વર્ષે યોજવામાં આવશે. નોંધનિય છે કે,  છેલ્લા થોડા વર્ષોથી ભુજના વ્યાયામ શાળા ગ્રાઉન્ડ ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા શરૂ કરાયેલ ગરબા મહોત્સવ પ્રાચીન સંસ્કૃતિ સાથે આ વર્ષે પણ ઉજવાશે. આ ઉપરાંજ બુજના પબુરાઈ ફળિયા મિત્રમંડળ દ્વારા યોજાતી નવરાત્રી પણ પારંપરિક ઢબે આ વર્ષે પણ ઉજવવામાં આવશે, જેમાં હર વર્ષની જેમ આ વર્ષે પણ માત્ર બાળકીઓને જ રમવાની મંજૂરી આપવામાં આવી છે.


તો બીજી તરફ ભુજમાં યોજાતી રોટરી નવરાત્રી મહોત્સવ અને ડ્રીમ્સ નવરાત્રી આ વર્ષે રદ્દ રાખવામાં આવી છે. જો કે, ટાઇમસ્ક્વેર ગ્રુપ દ્વારા ધ વિલા ખાતે યોજાતી નવરાત્રી મહોત્સવ આ વર્ષે પણ યોજવામાં આવશે.  આ વખતે નવરાત્રીનો મહાપર્વ આગામી 26 સપ્ટેમ્બરના રોજ સોમવારથી શરૂ થશે અને 5 ઓક્ટોબરના રોજ બુધવાર સુધી ઉજવાશે. નવરાત્રી અંગે ગુજરાત સરકારે પણ મહત્વનો નિર્ણય કર્યો છે. એટલે કે, આ વર્ષે રાજ્યમાં અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ચોટીલા સહિત નવ શક્તિપીઠો પર ગરબાનું આયોજન કરવામાં આવશે. તદુપરાંત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ ગરબાનું ભવ્ય આયોજન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.