Laung Ke Upay: લવિંગ એ રસોડામાં મુખ્ય મસાલાઓમાંનું એક છે. તેના સ્વાસ્થ્ય પર પણ ઘણા ફાયદા જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં માનવામાં આવે છે કે લવિંગના કેટલાક ઉપાય કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે. આવી સ્થિતિમાં, અમે તમને આર્થિક લાભ માટે અને નકારાત્મકતાને દૂર કરવા માટે લવિંગના કેટલાક સરળ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. લવિંગના કેટલાક ઉપાય કરવાથી ઘરમાં પૈસાથી લઇ અન્ય કોઈ બાબતની ચિંતા નહિ રહે. આ ટોટકાને અપનાવી ઘરની સુખ શાંતિ જાળવી શકો છો. ઘરથી નકારાત્મક એનર્જી દૂર કરી શકો છો. આવો જાણીએ લવિંગના કરવામાં આવતા ટોટકા અને સરળ ઉપાય વિશે.
જો તમારા કામમાં અડચણો આવી રહી છે, તો તમારી દુકાન અથવા કાર્યસ્થળની જમણી બાજુ ભગવાન ગણેશની પ્રતિમા અથવા મૂર્તિ સ્થાપિત કરો. આ પછી તેમને લવિંગ અને સોપારી ચઢાવો. આ સાથે જ જ્યારે પણ તમે કોઈ મહત્વના કામ માટે બહાર જાવ તો સોપારી અને લવિંગ સાથે લઈ જાઓ અને પાછા આવ્યા પછી ભગવાન ગણેશને અર્પણ કરો. આમ કરવાથી તમારું પેન્ડિંગ કામ પૂર્ણ થવા લાગે છે.
મંગળવારના દિવસે ભગવાન હનુમાનનું સ્મરણ કરીને એક લીંબુ પર ચાર લવિંગ દાટી દો અને જ્યારે પણ તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જાઓ ત્યારે આ લીંબુને તમારા ખિસ્સામાં રાખો. આમ કરવાથી તમને તે કાર્યમાં સફળતા મળી શકે છે. સવાર અને સાંજની આરતી દરમિયાન, એક દીવામાં લવિંગ અને કપૂર ચોક્કસપણે સળગાવો. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને પરિવારમાં ખુશીઓ બની રહે છે.
જો તમે દેશી ઘી ના દીવામાં લવિંગ નાખીને બજરંગબલીની સામે પ્રગટાવો તો તેનાથી દુશ્મનોનો નાશ થાય છે. આર્થિક લાભ માટે, દીવામાં લવિંગ મૂકો અને પૂજા દરમિયાન તેને પ્રગટાવો. આના કારણે તમારા માટે આર્થિક લાભની શક્યતાઓ બનવા લાગે છે.
ઘરમાં મતભેદ, આર્થિક તંગી, પૈસાની સમસ્યા, શત્રુ કે કોઈ રોગથી પરેશાન છો તો લવિંગના ઉપાયોથી આ બધી સમસ્યાઓનો અંત આવશે. એટલું જ નહીં લવિંગના ટોટકા અજમાવવાથી રાહુ અને કેતુ ગ્રહોના દોષ પણ દૂર થઈ જાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.