શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિ અમાવસ્યાના દિવસને શ્રેષ્ઠ અવસર માનવામાં આવે છે. આ વખતે અમાસના દિવસે શનિવાર આવે છે. જે ખુબ જ શુભ ફળ પ્રદાન કરે છે. આ દિવસને શનિ અમાવસ્યા અથવા ફાલ્ગુન અમાવસ્યાના નામથી ઓળખવામાં આવે છે. 


શનિ અમાવસ્યાનું વિશેષ મહત્વ છે. તે દિવસ વ્રત રાખવાનું પણ વિધાન છે. અમાસના દિવસે કરવામાં આવતી પૂજાથી પિતૃ પણ પ્રસન્ન થાય છે. તે જીવનમાં આવતા વિધ્નોને દૂર કરે છે. અમાસની તિથિ શનિવારે આવતી હોવાથી શનિની કૃપા મેળવા માટે આ દિવસને શ્રેષ્ઠ માનવામાં આવે છે. 


આ રાશિ પર છે શનિની કુદષ્ટી
વર્તમાન સમયમાં ધનુ,મકર અને કુંભ રાશિ પર શનિની સાડાસાતી અને મિથુન, તુલા રાશિ પર શનિની ઢૈય્યા ચાલી રહી છે. શનિદેવની પૂજા કરવાથી શનિની અશુભતા દૂર થાય છે. 
શનિ અમાવસ્યા પર શનિને પ્રસન્ન કરવાના ઉપાયો
શનિ અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીપક કરો, શનિની અશુભતાને દૂર કરવામાં મદદ મળશે. તેની સાથે જ નજીકના શનિ મંદિરમાં શનિ દેવની પૂજા કરવાથી અને દાન કરવાથી પણ લાભ થાય છે. કુષ્ઠ રોગીઓની સેવા કરવાથી અને તેમને દવા વગેરે સામગ્રીનું દાન કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે. 


આ કાર્ય ન કરવા જોઇએ
શનિદેવને પ્રસન્ન રાખવા માટે ક્યારેય નિર્ધન વ્યક્તિનું અપમાન કે અનાદાર ન કરવો જોઇએ. શ્રમિક વ્યક્તિનું પણ અપમાન ન કરવું જોઇએ. શ્રમિક અને નિર્ધનને હડધૂત કરવાથી કે તેમને પરેશાન કરવાથી મુશ્કેલીમાં વધારો થાય છે અને અશુભ ફળમાં વૃદ્ધિ થાય છે.