Shani Dev: શનિ કર્મ પ્રધાન દેવતા છે. તેમનો ન્યાય કોઈ વ્યક્તિના પક્ષ કે વિરોધમાં નથી હોતો, પરંતુ તેના કર્મોના આધારે હોય છે. આજના સમયમાં લોકો બીજાથી આગળ નીકળવાની હોડમાં એવી નાની ભૂલો કરી બેસે છે જે તેમના તમામ સુખો પર ગ્રહણ લગાવી દે છે.

Continues below advertisement

મહેનત કર્યા પછી પણ પૈસા બચતા નથી, અવારનવાર કોઈ બીમારીનો શિકાર બને છે, માનસિક સમસ્યાઓ ઓછી થવાનું નામ નથી લેતી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવું ત્યારે થાય છે જ્યારે શનિ તમારાથી નારાજ હોય. એવા કયા લોકો છે જેનાથી શનિ નારાજ રહે છે? શનિને પ્રસન્ન કરવાના ઉપાયો શું છે તે જાણી લો.

શનિ દેવ કયા લોકોથી નારાજ રહે છે?

અન્યાય અને છેતરપિંડી કરનારા લોકો- જે લોકો બીજાની સાથે છળ, કપટ કે અપ્રમાણિકતા કરે છે, શનિ દેવ તેમને પાઠ ભણાવે છે.

Continues below advertisement
  • શું સજા આપે છે: છેતરપિંડી કરવા પર શનિ આર્થિક નુકસાન, કાનૂની મુશ્કેલી અથવા પ્રતિષ્ઠા ઘટવા રૂપે દંડ આપે છે.

ગરીબ અને નબળાઓને સતાવનારા- શનિ દેવને “શ્રમિકો અને નિમ્ન વર્ગના કારક” માનવામાં આવે છે. જરૂરિયાતમંદો, વડીલો અથવા મજૂર વર્ગનું અપમાન કરનારાઓ પર શનિની વિશેષ દ્રષ્ટિ કઠોર માનવામાં આવે છે.

  • શું સજા આપે છે: હસતા ખેલતા જીવનમાં અચાનક કષ્ટ આવવું, બીમારી, નોકરીમાં સમસ્યા અથવા સામાજિક અપમાન થવું.

અહંકારી અને ઘમંડી વ્યક્તિ- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકો પોતાની સફળતા પર ઘમંડ કરે છે અને બીજાને નીચા બતાવે છે, તેઓ શનિથી અપ્રસન્ન થાય છે. ઘણીવાર વ્યક્તિ પૈસા અને પદના મદમાં ચૂર થઈને બીજાને તન કે મનથી કષ્ટ પહોંચાડે છે.

  • શું સજા આપે છે: શનિ દેવ વ્યક્તિને વિનમ્રતા શીખવે છે, આ અપ્રિય કાર્ય કરવા પર શનિ વ્યક્તિને અર્શથી ફર્શ પર (ટોચ પરથી નીચે) લાવી દે છે. એટલા માટે ઘણીવાર અચાનક સફળતા પછી આવતો ઘટાડો પણ શનિની જ રમત માનવામાં આવે છે.

વડીલો અને ગુરુઓનું અનાદર- મોટાઓ, માતા-પિતા કે ગુરુનું અપમાન કરવું શનિની દ્રષ્ટિમાં ગંભીર દોષ માનવામાં આવે છે.

  • શું સજા આપે છે: બેરોજગાર રહેવું, માનસિક પ્રતાડના, પરિવારમાં ક્લેશ, છૂટાછેડા સુધીની નોબત આવી જાય છે.

મહેનતથી બચનારા (આળસુ લોકો)- શનિ દેવ કર્મ અને પરિશ્રમના પ્રતીક છે, તેથી કામચોરી કરનારાઓને કષ્ટ વેઠવું પડી શકે છે. શનિ દેવ જણાવે છે કે મહેનત વિના સ્થાયી સફળતા મળતી નથી.

  • શું સજા આપે છે: કામમાં અવરોધ, પ્રમોશનમાં વિલંબ, વારંવાર નિષ્ફળતા.

ખોટી આદતો અને ખરાબ કર્મોમાં લિપ્ત લોકો- નશો, ખોટી સંગત, અનૈતિક કાર્ય - આ બધું શનિના નકારાત્મક પ્રભાવને વધારે છે. આજના સમયમાં વ્યક્તિ કોઈને કોઈ પ્રકારના નશામાં ડૂબેલી છે. જ્યોતિષમાં આ જ તેની અસંતુષ્ટિ અને તણાવનું કારણ માનવામાં આવ્યું છે.

  • શું સજા આપે છે: આર્થિક નુકસાન, સ્વાસ્થ્ય સમસ્યા, માનસિક અશાંતિ.

સાચા ન્યાયાધીશ કહેવાયા

શનિ દેવનો ન્યાય ડરાવવા માટે નથી, પરંતુ જીવનને સંતુલિત અને સાચી દિશામાં લઈ જવા માટે હોય છે. શનિ દેવ અમીર-ગરીબ, મોટા-નાના જોતા નથી. દરેકની સાથે સમાન અને નિષ્પક્ષ વ્યવહાર કરે છે તેથી તેમને સાચા ન્યાયાધીશ કહેવામાં આવે છે. તેઓ આપણને શીખવે છે કે જેવું કર્મ કરશો, તેવું જ ફળ મળશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.