Shani Dev: શું શનિદેવની પૂજા કરવાનો યોગ્ય સમય તમે જાણો છો. શનિદેવની પૂજા સવારે કે સાંજે ક્યારે  કરવાથી  ફાયદો થાય છે ? શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. શાસ્ત્રો અનુસાર શનિદેવની પૂજા સૂર્યાસ્ત પછી ફળદાયી માનવામાં આવે છે. આ સમયે શનિની અસર પ્રબળ રહે છે. જે આ સમયે સાચા મનથી શનિદેવની પૂજા કરે છે તેઓ આ ભક્ત પર પોતાના આશીર્વાદ વરસાવે છે.


શનિ અને સૂર્ય એકબીજાના વિરોધી છે. સૂર્ય પૂર્વ દિશામાં બિરાજમાન છે અને શનિદેવ પશ્ચિમ દિશામાં છે. જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે સૂર્યના કિરણો શનિની પીઠ પર પડે છે. આ જ કારણ છે કે સૂર્યોદય સમયે શનિદેવ કોઈપણ પૂજા સ્વીકારતા નથી. સૂર્યાસ્ત થયા બાદ શનિદેવની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.  શનિદેવની પૂજા કરતી વખતે તેમની સાથે સીધો આંખનો સંપર્ક ન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી જીવન પર નકારાત્મક અસર પડે છે. શનિદેવની દ્રષ્ટીને અશુભ માનવામાં આવે છે.


કહેવાય છે કે જો શનિદેવ તમારા જીવનમાં મુશ્કેલીઓ આપી રહ્યા છે અથવા સાડા સાતી ચાલી રહી છે તો શનિવારના દિવસે સાંજે પીપળના ઝાડ નીચે સરસવનો દીવો પ્રગટાવીને દશરથ કૃત શનિ સ્તોત્રનો પાઠ કરો. તેનાથી શનિની પીડા ઓછી થશે.


શનિદેવની પ્રસન્નતા મેળવવાનો સૌથી સરળ ઉપાય છે મંત્ર જાપ. શનિવારના દિવસે સાંજે શનિ મંદિરમાં ઓમ શનૈશ્ચરાય વિદમહે સૂર્યાપુત્રાય ધીમહિ.  તન્નો મંદ: પ્રચોદયાત્  મંત્રનો 108 વાર જાપ કરો. આનાથી આર્થિક, શારિરીક રીતે મજબૂતી મળશે.  પૈસાની તંગી ચાલી રહી હોય તો શનિવારના દિવસે  પીપળના 7 પાન ઘરે લાવો અને તેના પર હળદરથી હ્રીં લખી સાંજે શનિ મંદિરમાં ભગવાનની સામે રાખી દો. માન્યતા  છે કે આનાથી પૈસાની કમી દૂર થાય છે.


Holika Dahan 2023 : હોલિકા દહન પર ક્યાં રંગના કપડા ન પહેરવા જોઈએ, જાણો તેના વિશે


 આ વખતે 7 માર્ચે હોલિકા દહન અને 8મી માર્ચે ધૂળેટી છે.  માન્યતા છે કે પરિવાર પર હાવી ખરાબ શક્તિનું હોલિકા દહનના દિવસે નાશ કરી દેવામાં આવે છે.  આ દિવસે ઘણા નિયમોનું પાલન કરવું જરૂરી છે. હોલિકા દહન સાથે જોડાયેલા તે નિયમો શું છે અમે તેના વિશે તમને વિગતવાર જણાવીએ છીએ.


જ્યોતિષ શાસ્ત્ર મુજબ હોલિકા દહનના દિવસે કાળા અને સેફદ રંગના કપડા ન પહેરવા જોઈએ. આ રંગના કપડાઓ પર નકારાત્મક ઉર્જા જલ્દી આર્કષિત થાય છે. એવામાં હોલિકા દહનના દિવસે આ શક્તિઓનો અંત થવાના બદલે તે સફેદ-કાળા રંગમાં ચોટી પરત ઘરે આવી શકે છે.