શનિદેવ મકરરાશિમાં ગોચર કરી રહ્યાં છે. શનિનું રાશિ પરિવર્તન ક્યારે થશે અને મકર બાદ કુંભ રાશિમાં ક્યારે પરિવર્તન કરશે તેમજ તેના 12 રાશિ પર શું પડશે પ્રભાવ જાણીએ.
શનિદેવને જ્યોતિશાસ્ત્રમાં એક મહત્વનો ગ્રંથ માનવામાં આવે છએ. શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવ્યાં છે. શનિની ચાલ ખૂબ જ ધીમી છે. શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે અઢી વર્ષનો સમય લે છે. હાલ શનિ મકર રાશિમાં છે.
શનિવક્રી (2021)
શનિ વ્રક્રી અવસ્થામાં ગોચર કરી રહ્યાં છે એટલે તે ઉલ્ટી ચાલ ચાલી રહ્યાં છે. શનિ જ્યારે વક્રી અવસ્થામાં હોય તો તે પીડિત થઇ જાય છે. જેના કારણે શનિનો પ્રભાવ જાતક પર ઓછો પડે છે. જોકે પીડિત હોવાથી તે શુભ ફળ પ્રદાન નથી કરતી શકતો. શનિ 11 ઓક્ટોબ 2021માં માર્ગી થશે. ત્યારબાદ તે રાશિ પરિવર્તન કરશે.
શનિ રાશિ પરિવર્તન( 2022)
પંચાગ અનુસાર શનિ 2021માં કોઇ રાશિ પરિવર્તન નથી કરી રહ્યો.શનિ રાશિ પરિવર્તન 2022માં કરશે. 2021માં તે માત્ર નક્ષત્ર પરિવર્તન કરશે. હાલ તે શ્રવણ નક્ષત્રમાં ગોચર કરી રહ્યો છે. જ્યોતિષ ગણતરી મુજલ 29 એપ્રિલમાં તે મકરમાંથી કુંભ રાશિમાં પરિવર્તન કરશે. ત્યારબાદ શનિદેવ 12 જુલાઇ 2022માં શનિવક્રી અવસ્થામાં મકર રાશિમાં પ્રવેશ કરશે.
શનિની સાજાસાતી
ધનુ, મકર અને કુંભ રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે. આ સિવાય મિથુન, તુલા રાશિ પર પનોતી ચાલી રહી છે.
શનિની દષ્ટી
શનિ રાશિ પરિવર્તન કરશે તો જે રાશિમાં પનોતી અને સાડાસાતી ચાલી રહી છે તેમાં પણ પરિવર્તન જોવા મળશે, 12 જુલાઇ શનિ વક્રી થઇને મકર રાશિમાં પ્રવેશ કરશે.
મીન રાશિ પર શનિની સાડાસાતી
વર્ષ 2022માં શનિની સાડાસાતી મીન રાશિમાં આરંભ થશે. આ સાથે કર્ક અને વૃશ્ચિક રાશિમાં પર શનિની પનોતી શરૂ થશે. શનિની ચાલ ખૂબ જ ધીમી છે. શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે અઢી વર્ષનો સમય લે છે. હાલ શનિ મકર રાશિમાં છે.