Shatru Grah Yuti 2023:  17 જાન્યુઆરીએ શનિ દેવ કુંભ રાશિમાં બિરાજમાન થયા હતા.  ગ્રહોના રાજા સૂર્ય પણ 13 ફેબ્રુઆરીએ આ રાશિમાં આવ્યા.  હવે સૂર્ય દેવ અહીં 15મી માર્ચ સુધી રહેવાના છે. જ્યોતિષમાં સૂર્ય અને શનિને એકબીજાના શત્રુ ગ્રહો માનવામાં આવે છે. એટલે જ્યોતિષીઓનું કહેવું છે કે સૂર્ય-શનિની આ યુતિથી ત્રણ રાશિના જાતકોએ ખૂબ જ સંભાળીને રહેવું પડશે. આ રાશિના જાતકોને 15 માર્ચ સુધી પૈસાનું નુકશાન થઈ શકે છે. સ્વાસ્થ્ય બગડી શકે છે.  નોકરી ધંધા સુસ્ત પડી શકે છે.  ઇચ્છિત પરિણામ મેળવવામાં સમસ્યા આવી શકે છે.


મકર રાશિ-  સૂર્ય-શનિની યુતિ મકર રાશિના લોકો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.  તમારી રાશિથી બીજા ઘરમાં સૂર્ય-શનિની યુતિ બની છે.  મકર રાશિના લોકો પર  શનિની સાડા સાતી ચાલી રહી છે. આવી સ્થિતિમાં તમારો ધંધો ધીમો પડી શકે છે. પૈસાનું નુકશાન થઈ શકે છે.  કોઈ સારી ડીલ પર વાત થતા થતા અટકી શકે છે. સ્વાસ્થ્યના મામલામાં બેદરકારીથી બચવું પડશે. ઘરના વૃદ્ધ માતા-પિતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.


કુંભ રાશિ - સૂર્ય અને શનિની યુતિ તમારી રાશિના લગ્ન ભાવમાં બની રહી છે.  કુંભ રાશિના લોકોને 15 માર્ચ બાદ રાહત મળશે. પરંતુ તે પહેલા તમારે ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. આ સમયગાળા દરમિયાન તમારા દ્વારા કરવામાં આવેલ કામ બગડી શકે છે. પૈસાનું નુકશાન થઈ શકે છે. રોકાણ માટે સમય અનુકૂળ નથી. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. વિવાહિત જીવનમાં ખટાશ આવી શકે છે. જીવનસાથીનું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. તમે ગળા કે મોઢાને લગતી બીમારીઓથી પણ ઘેરાઈ શકો છો.


કર્ક રાશિ-   સૂર્ય-શનિની યુતિ કર્ક રાશિના જાતકો માટે  અશુભ માનવામાં આવે છે. સૂર્ય-શનિ તમારી રાશિમાં આઠમા ભાવમાં બેઠા છે. તમારે ઘરના વડીલોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. તમે પોતે પણ બીમારી,  અકસ્માતોના શિકાર બની શકો છો.  એટલે તમારુ પોતાનું પણ ધ્યાન રાખજો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઇચ્છિત પરિણામ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. વાદ-વિવાદમાં પડવાથી  નુકસાન થશે. કોર્ટ-કચેરીના મામલાઓમાં મુશ્કેલી વધી શકે છે.


આ ઉપાય કરો


સૂર્ય શનિની યુતિ રહેવા સુધી પ્રત્યેક દિવસ ઉગતા સૂર્યને પાણી ચઢાવો. રવિવારને દિવસે ઉપવાસ રાખો અને સૂર્ય ઉપાસના કરો. પિતાનું સમ્માન કરો અને રોજ સવારે તેમને પગે લાગી તેમના આર્શીવાદ મેળવો. ભગવાન સૂર્યની સ્તુતિ આદિત્ય હ્રદય સ્ત્રોતનુ પઠન કરો. હનુમાનજી અને શનિદેવના મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો. શનિદેવને તલ અથવા સરસવ અર્પણ કરો.