Ahmedabad News: આઈશ્રી રાજ રાજેશ્વરી ધામ (સરસપુર) દ્વારા તા. 29 ઓક્ટોબર થી 4 નવેમ્બર 2022 સુધી શ્રીમદ ભાગવત મોક્ષ પારાયણનું આયોજન સંદ્રપ્રસાદ દેસાઈ કોમ્યુનીટી હોલ બાપુનગર ખાતે કરવામાં આવ્યું છે. આ ભાગવત પારાયણનું સમગ્ર આયોજન પ.પૂ. કૈલાસબેન માતાજી દ્વારા કરવામાં આવ્યું છે. પ્રખ્યાત કથાકાર પરમ વિદુષી બાલયોગીની સાધ્વીજી પ.પૂ. ગીતાદીદી શ્રીમદ ભાગવત મોક્ષ પારાયણનું રસપાન કરાવશે. શ્રીમદ્ ભાગવત પારાયણનો સમય દરરોજ બપોરે 3 થી 6 કલાક દરમિયાનનો રહેશે.


કથા દરમિયાન આ પ્રસંગોની થશે ઉજવણી


બાપુનગર ખાતે શરૂ થયેલી ભાગવત પારાયણમાં 30 ઓક્ટોબરે શ્રી રાજજન્મ સ્તૃતિ, ભિષ્મ સ્તુતિ વામન ચરિત્ર, 31 ઓક્ટબરે સતિ ચરિત્ર, ધ્રુવ ચરિત્ર, પ્રહલાદ ચરિત્ર, 1 નવેમ્બરે કૃષ્ણ જન્મોત્સવ અને નંદમહોત્સવ, 2 નવેમ્બરે ગોવર્ધન પૂજા-બાળકૃષ્ણ ચરિત્ર, 3 નવેમ્બરે રૂક્ષ્મણી વિવાહ અને 4 નવેમ્બરે કથા સમાપન થશે. આ પારાયણની સાથે દરરોજ રાત્રે 8 થી 11 કલાક દરમિયાન જુદા-જુદા સાંસ્કૃતિક-ધાર્મિક આયોજનો જેવા કે 30 ઓક્ટોબર ફુલનો ગરબો, 31 ઓક્ટોબરે ડાયરો, 1 નવેમ્બરે સુંદરકાંડ, 2 નવેમ્બરે આનંદનો ગરબો, 3 નવેમ્બરે પ્રજ્ઞાચક્ષુ ભજનના કાર્યક્રમો યોજાશે.


આ મહાનુભાવો ઉપસ્થિત રહી પાઠવશે આશીર્વચન


આ ભાગવત પારાયણના આયોજન દરમિયાન પ.પૂ. મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજ –જગન્નાથ મંદિર, પ.પૂ. મહામંડલેશ્વર શ્રી અખિલેશ્વરદાસજી ગોપાલ લાલજી મંદિર સરસપૂર, પ.પૂ. મહામંડલેશ્વર શ્રી લક્ષ્મણદાસજી મહારાજ સરસપૂર, પ.પૂ. મહામંડલેશ્વર ખોડીદાસ બાપુ ખોડિયાર મંદિર – માટેલ, વંદનીય બાપુ શ્રી ઘનશ્યામ મહારાજ – ખેતિયા નાગદેવ મંદિર – વિરોચનનગર, પ.પૂ. પીઠાધિશ્વર શ્રી સોમાભાઈ પ્રજાપતિ (પાઘડી શેઠ) ખોડિયાર ધામ વાવોલ અને પ.પૂ. શ્રી રસિકભાઈ શાસ્ત્રી – સરસપુર પધારી આર્શીવચન આપશે.