હિન્દુ ધર્મની માન્યતા મુજબ સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ રાશિ પર અસર કરે છે. તેથી આપાણા જીવનમાં બદલાવ આવે છે. દરેક વખતે સૂર્યગ્રહણમાં કેટલીક વિશેષ પરિસ્થિતિઓ બને છે, આ વખતે પણ સૂર્ય ગ્રહણમાં કેટલાક અશુભ યોગ બની રહ્યા છે. આ અશુભ યોગનો દુષ્પ્રભાવ પણ અશુભ હશે. તેથી સાવધાન રહેવું પડશે.
સૂર્ય ગ્રહણ 14 ડિસેમ્બરે વૃશ્ચિક રાશિમાં થઈ રહ્યું છે. આ રાશિમાં સૂર્યની સાથે ચંદ્ર, બુધ, શુક્ર, કેતુ પણ હાજર રહેશે. આ ગ્રહો વૃશ્ચિક રાશિમાં રહેશે. ભારતીય સમય મુજબ સાંજે 7 કલાક 4 મિનિટથી મધરાત સુધી સૂર્યગ્રહણ રહેશે. ભારતમાં આ ગ્રહણને ખંડગ્રાસ માનવામાં આવે છે. ખંડગ્રાસ સૂર્ય ગ્રહણમાં સૂતક કાળનું મહત્વ રહેતું નથી. તેથી આ ગ્રહણનું વિશેષ ધાર્મિક મહત્વ નહીં રહે.
ગુરુ ચંડાલ યોગ
સૂર્ય ગ્રહણ તમામ રાશિને પ્રભાવિત કરશે. ટોચના પદ પર બેઠેલા વ્યક્તિઓ પર તેની વધારે અસર જોવા મળશે. નબળા લોકોને દગો આપવો અને પોતના અધિકારોનો ખોટો ઉપયોગ કરનારાને શનિ દંડ આપી શકે છે. સૂર્ય ગ્રહણ દરમિયાન ગુરુ ચંડાલ યોગ પણ બની રહ્યો છે. રાહુની દ્રષ્ટિ ગુરુ પર રહેશે. ગુરુ મકર રાશિમાં શનિ સાથે બિરાજમાન છએ. ગુરુ ચંડાલ યોગ એપ્રિલ 2021 સુધી રહેશે. જે લોકોની જન્મકુંડળીમાં પહેલાથી ગુરુ ચંડાલ યોગ બન્યો હોય તેમણે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. સૂર્ય ગ્રહણ અને ગ્રહોની સ્થિતિના કારણે ડિસેમ્બરથી એપ્રિલ સુધી ઉથલ પાથલ રહેશે. આ સમય આમ જનતા માટે પરેશાની ભર્યો હોઇ શકે છે.
આ રાશિના લોકોએ રાખવું પડશે ધ્યાન
સૂર્ય ગ્રહણના પ્રભાવથી બચવા માટે મેષ, કર્ક, મિથુન, કન્યા, તુલા અને મકર રાશિના લોકોએ વિશેષ સાવધાની રાખવી પડશે, આ દરમિયાન ક્રોધ અને ખોટા કાર્યો કરવાથી બચવું પડશે.
ભારતમાં નહીં જોવા મળે ગ્રહણ
સૂર્ય ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે. તેથી આ સૂર્ય ગ્રહણને સૂતક કાળ મનાશે. આ ગ્રહણ દક્ષિણ અમેરિકા, સાઉથ આફ્રિકા, હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરના કેટલાક ભાગોમાં જોવા મળશે.