Somvati Amavasya 2022:

  હિંદુ ધર્મમાં અમાસ વ્રતનું એક અલગ જ મહત્વ છે. શાસ્ત્રોમાં દરેક અમાસ પર વ્રત રાખવાની પરંપરા છે, પરંતુ જ્યારે સોમવતી અમાસ હોય ત્યારે તેનું મહત્વ વધી જાય છે. વર્ષ 2022ની છેલ્લી સોમવતી અમાસ 30મી મેના રોજ આવી રહી છે. આ દિવસે પૂજા કરવાથી અનેક પરેશાનીઓ દૂર થાય છે. અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે.  


આ દિવસે સૂર્યદેવના પુત્ર શનિદેવનો પણ જન્મદિવસ છે. તેને શનિ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સવારથી જ સર્વાર્થ સિદ્ધિ યોગ અને સુકર્મ યોગ પણ બની રહ્યા છે. 30 વર્ષ બાદ આવો યોગ રચાશે. આ શુભ સંયોગમાં કરવામાં આવતી પૂજાનો અદ્ભૂત લાભ પ્રાપ્ત થશે.  


પિતૃદોષને દૂર કરવાના 5 ઉપાયો



  1. સવારે બ્રહ્મ મુહૂર્તમાં નદી કે તળાવમાં સ્નાન કરી સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ.

  2. અમાસના દિવસે બ્રાહ્મણને પૂજા પાઠ કરીને ભોજન કરાવવું કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવાથી પણ પિતૃદોષ સમાપ્ત થઈ જાય છે.

  3. અમાસના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને પિતૃઓને પ્રસન્ન રાખવા માટે પિંડદાન કરવામાં આવે છે.

  4. સોમવતી અમાસના વ્રતના દિવસે પાણી ભરેલા કળશ, છત્રી, , કાકડી, ખીરા વગેરેનું દાન ઉનાળાની વસ્તુઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધારે છે.

  5. આ દિવસે વડના વૃક્ષની પૂજા કરવી જોઈએ, કારણ કે એવી માન્યતા છે કે વડના ઝાડમાં ત્રિદેવોનો વાસ હોય છે. આના પર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રણ દેવો નિવાસ કરે છે. તેમની પૂજા કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે.


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.