Ganesha Mantra: હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશને ભગવાન શિવ પાસેથી વરદાન મળ્યું હતું, જે મુજબ તમામ દેવી-દેવતાઓ સમક્ષ તેમની પૂજા કરવામાં આવે છે. ગણેશને સુખ, સમૃદ્ધિ આપનાર દેવ તરીકે પૂજવામાં આવે છે. 01 જાન્યુઆરીથી નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, જો તમે તમારું નવું વર્ષ સારું બનાવવા માંગો છો, તો નવા વર્ષની શરૂઆત ભગવાનની પૂજા અને મંત્રોથી કરો. આનાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થશે અને તમને આખા વર્ષ દરમિયાન શુભ ફળ મળશે. આ છે ભગવાન ગણેશના ચમત્કારી મંત્રો...
ॐ ગણ ગણપતેય નમો નમઃ
શ્રી ગણેશાય નમઃ
વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ:
નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા ||
એકદંત મહાકાય લબ્મોદરગજાનનમ્ં
વિઘ્નનાશકરં દેવં હેરમ્બં પ્રણમામ્યહમ્||
અમેયાય ચ હેરમ્બ પરશુધારકાય તે|
મૂષક વાહનાયૈવ વિશ્વેશાય નમો નમ:|
એકદંતાય વિદ્મહૈ | વક્રતુંડાય ધીમહી| તન્નો દંતી પ્રચોદયાત||
ગજાનનાય પૂર્ણાય સાડ્ખ્યરુપમયાય તે|
વિદેહેન ચ સર્વત્ર સંસ્થિતાય નમો નમ:|
કોઇપણ શુભ કાર્યની શરૂઆત શ્રી ગણેશજીની પૂજા, અર્ચના, આરાધના પછી જ થાય છે જેથી શુભ કાર્ય કે મંગલકાર્ય કોઇપણ પ્રકારના વિઘ્ન વીના પાર પડે અને એથી જ શ્રી ગણેશને વિઘ્નહર્તા તરીકે આપણે જાણીએ છીએ. ધાર્મિક માન્યતા છે કે જો પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસની સાથે ભગવાન ગણેશજીની પૂજા કરાય તો જીવનની બધી પરેશાનીઓ દૂર થાય છે. સાથે જ બધી સમસ્યાઓનો ઉકેલ થઈ જાય છે.