Swapna Shastra: મોટાભાગના લોકોને રાત્રે સૂતી વખતે સપના આવે છે. કેટલાક સપના સારા હોય છે અને કેટલાક ખૂબ ખરાબ હોય છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, દરેક સ્વપ્નનો ચોક્કસ અર્થ હોય છે. જો તમે સપનામાં હાથી જુઓ છો તો તેનો પણ વિશેષ અર્થ છે. હાથીને ઐશ્વર્ય અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. હાથીનું સ્વપ્ન જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે ઘરમાં સુખ-શાંતિનું સૂચક માનવામાં આવે છે. સ્વપ્નમાં હાથી જોવાનો અર્થ શું છે તે જાણો સ્વપ્ન શાસ્ત્રોમાંથી.


હાથી સુખ અને સમૃદ્ધિનો આપે છે સંકેત


સ્વપ્નમાં હાથી જોવાનો અર્થ એ છે કે તમને ટૂંક સમયમાં માન અને સન્માન મળવાનું છે. જો તમે સ્વપ્નમાં તમારી જાતને હાથી પર સવારી કરતા જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તમને જલ્દી જ પ્રગતિ મળવાની છે. ખાસ કરીને જો સ્વપ્નમાં ઐરાવત હાથી દેખાય તો તે કોઈ મોટી સિદ્ધિનો સૂચક માનવામાં આવે છે. આ સિદ્ધિને કારણે સમાજમાં તમારો દરજ્જો વધશે અને તમારી સંપત્તિમાં વધારો થશે. બીજી તરફ જો સપનામાં હાથી-હાથણીની જોડી જોવા મળે તો તેનો અર્થ છે કે દાંપત્ય જીવનમાં ખુશીઓ આવવાની છે.


ધન લાભનો સૂચક હાથી


જો કોઈ સગર્ભા સ્ત્રી તેના સ્વપ્નમાં હાથી જુએ છે, તો તે નસીબદાર બાળકના આગમનનો સંકેત આપે છે.  ડોલતા હાથીનું સ્વપ્ન જોવાનો અર્થ એ છે કે તમે ટૂંક સમયમાં તમારી બધી સમસ્યાઓથી છુટકારો મેળવશો. સ્વપ્નમાં હાથીઓનું ટોળું જોવું એ અચાનક નાણાકીય લાભ સૂચવે છે. તમારા સપનામાં હાથીને ઊભો જોવાનો અર્થ એ છે કે તમારા કામમાં અવરોધ આવી શકે છે અને મુશ્કેલીના સમયે તમે એકલા પડી શકો છો.


Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


 આ પણ વાંચોઃ


Navratri Puja 2022: આ વર્ષે દેવી હાથી પર સવાર થઈને આવશે, જાણો ઘટસ્થાપનનું મુહૂર્ત


Navratri 2022 Puja: નવરાત્રીમાં 9 રંગોનું છે વિશેષ મહત્વ, જાણો માતાજીને કયા નોરતે કયો રંગ છે પસંદ